________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૧૫૫ (૯) શેઠ વખતચંદના સમયે અમદાવાદના ઝવેરીવાડમાં મેટાં ૨૭ જિનાલય હતાં.
(૧૦) શેઠ વખતચંદ ભટ્ટાશ્રી આણંદસાગર અને ભટ્ટાશ્રી શાંતિસાગરની અધ્યક્ષતામાં અમદાવાદથી શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. ઉલ્લેખ મળે છે કે તે વખતે પાલિતાણામાં ઠા. ઉન્નડજી હતો.
(- નગરશેઠ શાંતિદાસને રાસ-નિવેદન,
પૃ૦૭,. ૧૪ થી ૧૯ ) ગાયકવાડ સરકાર ગોવિંદરાવે શેઠ–અલદ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદને દરસાલ માટે આબદાગીરી તથા મશાલ અને તે માટે બે માણસોને ખર્ચ અને તેમનો ખરચ આપવાની સનદ આપી હતી. તેમજ દર સાલના રોકડા ૧૦૦૦ રૂપિયાનો હક્ક કરી આપ્યો હતો. અને સરંજામની વ્યવસ્થા કરી આપી હતી. એ જ રીતે માનાજી ગાયકવાડે પણ ગોવિંદરાવની આબદાગીરીને કાયમ રાખી હતી.
( – પ્રક. ૪૪, ૫, ૧૭૪, ૭૫ ) શેઠ વખતચંદ વિ. સં. ૧૮૭૦ના ફાગણ વદિ ૮ ને રવિવારના રોજ વિજય મુહર્તમાં અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. તેમના પાંચમા પુત્ર નગરશેઠ હેમાભાઈએ (ભાર્યા કંકુબેને) પિતાજીના મરણ પાછળ અમદાવાદ અને વડોદરા એમ બંને શહેરોની જનતાને સં. ૧૮૭૦ના વિશાખ સુદ ૯ ના રોજ ઘેબરનું જમણ આપી ધુમાડાબંધ ગામે જમાડ્યાં હતાં.
ઉપાડ શ્રી ક્ષેમવર્ધન ગણીએ સં. ૧૮૭૦ના અષાડ સુદ ૯ ના રોજ અમદાવાદમાં શેઠ શાંતિદાસને “પુણ્યપ્રકાશ રાસ રચ્યો, તેમાં શેઠ વખતચંદ સુધીનો ઈતિહાસ આપ્યો છે. 2ભટ્ટા, શ્રી આનંદસાગરસૂરિ ત્યારે અમદાવાદમાં અને ભટ્ટા શ્રી શાંતિસાગરસૂરિ પાટણમાં ચાતુર્માસ રિત હતા.
શ્રી. ઉજમબાઈએ વિ. સં. ૧૯૧૬ના શ્રાવણ સુદ ૨ ના રોજ શા. જીવરાજ પાસે તેની નકલ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org