________________
૧૪૨]
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ અમદાવાદના રાજપુરામાં સ્વર્ગસ્થ થયા ત્યારે શેઠ લક્ષ્મીચંદ તથા શેઠ રતનજીના પુત્ર શા૦ અમીચંદ વગેરે ત્યાં હાજર હતા. તેઓએ ભક્તિ કરી સ્વર્ગગમન-ઉત્સવ ઊજવ્યો.
(– સં. ૧૭૫૫માં પં. શ્રી દી સૌભાગ્યકૃત
ભટ્ટાશ્રી વૃદ્ધિસાગરસૂરિરાસ) ૫ નગરશેઠ લક્ષમીચંદ–એ નગરશેઠ શાંતિદાસને ચા પુત્ર હતો.
તેની માતાનું નામ વાછી દેવી હતું. તેને...નામે પત્ની હતી અને શા. ખુશાલચંદ નામને પુત્ર હતો. તે બુદ્ધિશાળી. વ્યવહાર પ્રવીણ અને ધર્મપ્રેમી હતો. શેઠ શાંતિદાસના સ્વર્ગવાસ પછી તે અમદાવાદને નગરશેઠ બન્યો.
સને ૧૬૫૭-૫૮ (વિસં. ૧૭૧૩–૧૪)માં શાહજાદા ઔરંગઝેબ અને શાહજાદા મુરાદબક્ષે બંનેએ મળીને લૂંટારા કાનજી કેળીને પકડવા માટે તથા ઉજ્જૈનના રાજા જસવંતસિંહને જીતવા માટે ૮૮ હજાર સૈનિકનું સૈન્ય ઊભું કરવા માટે શેઠ શાંતિદાસ પાસે પાંચ લાખ રૂપિયાની મેટી રકમની માગણી કરી હતી.
આથી શેઠ લક્ષમીચંદ શાહજાદા મુરાદબક્ષને તે રકમ પૂરી પાડી હતી.
શાહજાદા મુરાદબક્ષે પોતાનું કામ પતી જતાં સુરત, ભરૂચ, ખંભાત, અને વીરમગામની ઊપજની રકમ એકઠી કરી શેઠને આપી, વળી, મીઠાની ઊપજમાંથી અમુક રકમ આપી અને પાંચ લાખ રૂપિયામાંની ઘણુ રકમની ભરપાઈ કરી આપી હતી.
શાહજાદા ઔરંગઝેબે પણ પિતાની ગુજરાતની સૂબાગીરીના કામ દરમિયાન શેઠના દેવાદારો શેઠને રકમ પાછી આપતા નહોતા તે અંગે હુકમ-ફરમાન કાઢી શેઠને પૂરેપૂરી રકમ દેણદારો પાસેથી અપાવી હતી.
ગુજરાતના દરેક સૂબા-શાહજાદા ઔરંગઝેબ, શાહજાદા દારા મહમ્મદ અને શાહજાદા મુરાદાબક્ષ એ સૌ નગરશેઠ શાંતિદાસ અને શેઠ લક્ષ્મીચંદને બહુમાન આપતા હતા,
શાહજાદા મુરાદબક્ષે જ બાદશાહ શાહજહાંનું સં. ૧૭૧૩નાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org