________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૪૩ કાર્તિક સુદિ ૧ નું શેઠ શાંતિદાસને શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણું ગામ ઈનામમાં આપવાનું ફરમાન આપ્યું હતું.
(- પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૬૦, ફરમાન નં. ૧૭) બાદશાહ ઔરંગઝેબે પણ લડાઈના મેખરેથી જુલસી સન ૩ર, તીરકંડ મહિનાની તા. ૯ મી. હીજરી સન ૧૦૬૮ રમજાન મહિનાની ૯-૧૦ મી તારીખ, સને ૨૩-૨-૧૬૫૮, ચૈત્રાદિ વિ. સં. ૧૭૧૪ના જેઠ સુદ ૧૦ કે ૧૧ ના દિવસે એક ફરમાન લખી ગુજરાતના દીવાન રહેમતખાન ઉપર લખી મોકલ્યું હતું.
સાથોસાથ શેઠ શાંતિદાસે હીજરી સન ૧૦૬૧ના રજબ મહિનામાં ઔરંગઝેબને જે રકમ ધરી હતી તે પેટે રાજ્યની તિજોરીમાંથી ઉપરનું કરજ પતાવવા, વિનાવિલંબે ભરી દેવાની તાકીદ આપી હતી.
(- તા. ૨૮–૪–૧૯૬૨નું ગુજરાત સમાચાર ') ઔરંગઝેબે શેઠ શાંતિદાસને શ્રી શત્રુંજય પહાડ તથા પાલિતાણું ગામ ઇનામમાં આપવાનું જે ફરમાન આપ્યું હતું, તેને અંગ્રેજી તરજુમે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના રિપોર્ટમાં પ્રકાશિત થયો છે, જે નીચે પ્રમાણે છે – તેને સાર આ પ્રકારે છે–
સોરઠ પ્રાંતમાં પાલિતાણું તાલુકે છે, જે અમદાવાદના સૂબાના હાથ નીચે છે, જેની આવક (કરવેરા વગેરે) બે લાખ રૂપિયાની થાય છે.
શેઠ શાંતિદાસ ઝવેરીએ વિનંતી કરી કે હીજરી સન ૧૦૬૧ના રમજાન મહિનાની ૧૯ મી તારીખે કેટે હુકમ કર્યો હતો કે આ પાલિતાણા પહાડ અરજદારને ઈનામ તરીકે મંજૂર કર્યો છે, તે મારી ઈચ્છા છે કે, તમારી કોર્ટ એવું ફરમાન પણ આપે ૧. બાદશાહ અકબરે શેખ અબુલ ફઝલને સૌરાષ્ટ્રમાં સાત વર્ષ રાખ્યા હતા. તેણે મહેસૂલની વ્યવસ્થા માટે સૌરાષ્ટ્રના આ પ્રમાણે નવ ભાગ પાડયા હતા.–૧. ઝાલા વાડ, ૨ સોરડ, ૩ શ્રી શંત્રુજયવિભાગ ૪ વાલા, ૫-૬-૭ વાઘેલાના વિભાગ, ૮ કાઠી, ૯ ના કરછ.
(– આઈન ઈ અકબરી, જ૦ ૫૦ ઇતિ, પ્રક. ૪૪ પૃ૦ ૬૭, પૃ. ૨૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org