________________
૧૩૬] જૈન પરંપરાનો ઇતિહાસ
[ પ્રકરણ મોટો ફેરફાર કરી મસ્જિદ બનાવી છે તેને સુધારી તે અસલી જે રૂપમાં હતું તે રૂપમાં જ નવેસર બનાવી શાંતિદાસ શેઠને તે દેરાસર સેંપવું અને તેને પહેલાંની જેમ પોતાના ધર્મના કામમાં વાપરે તેમાં કેઈએ કશી દખલ કરવી નહીં. અને જે તેમાં ફકીરને વસાવ્યા હોય તો તે ફકીરોને ત્યાંથી હઠાવી બીજે લઈ જવા. કેઈ મુસલમાન તેનાં ઈંટ વગેરે ચીજો લઈ ગયો હોય તો તેમની પાસેથી પાછા અપાવવા અથવા તેની કીમતની રકમ તેની પાસેથી ભરપાઈ કરાવવી.
( – પ્રક. ૪૪, પૃ૦૯૯, ૧૦૦, ૧૫૧ થી ૧પ૬; ફરમાન ૧૬ એમ. એમ. કામસરી એટને “ધિ જર્નલ ઍફ ધ યુનિવરસીટી ઓફ બેબે ” માસિકમાં “ધિ ઇમ્પિરિયલ મુગલ ફરમાન” લેખ; ફાર્બસ – રાસમાલા '; “ જૈન ઐતિહાસિક રાસમાલા ' ભા-૧, પૃ૦ ૨૯; સદગત મણિલાલ વખતચંદને ઇતિહાસ
અને યુગધર્મ. ) બાદશાહ શાહજહાંના હુકમથી શાહી ખજાનાના ખર્ચે ભગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ સં. ૧૬૮૨માં જે બન્યો હતો તે ન બન્યો. અને શેઠ શાંતિદાસે તેમાં સં. ૧૭૦૫, ૧૭૦૬માં ભગ૭ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા કયા આચાર્યના હાથે કરાવી તેના ઉલ્લેખ અગર સં૦ ૧૭૦૫, ૧૭૦૬ના પ્રતિષ્ઠા સમયનો કોઈ પ્રતિમાલેખ મળતો નથી. આથી નિર્ણય કરી શકાય તેમ નથી. સ્થાનાન્તર—
સંભવ છે કે બાદશાહી ખરચે ફરીવાર ના જિનપ્રાસાદ બન્યા ત્યારે કદાચ સુરંગ વગેરે બનાવ્યાં ન હોય. કારણ કે એ ગુપ્ત માર્ગની બાદશાહી અમલદારો કે મિસ્ત્રીઓને બતાવવાની જરૂર નહોતી. એ પણ બનાવાજોગ છે કે આ પ્રતિષ્ઠા કદાચ ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિના હાથે કરાવી હોય.
આ જિનપ્રાસાદ શેઠ શાંતિદાસના પૌત્ર (૬) શેઠ ખુશાલચંદ (રવ સને ૧૭૪૮, વિ.સં. ૧૮૦૪) સુધી સુરક્ષિત હતો. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org