SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૩૭ વૃદ્ધાવસ્થાના સમયમાં એકાએક જિનપ્રસાદની પ્રતિમાઓને ત્યાંથી બીજે લઈ જવી પડી છે. (- જુઓ “ખુશાલચંદ') શેઠ શાંતિદાસની પેઢી બાદશાહ શાહજહાં, તેના શાહજાદાઓ અને સૂબાઓ વગેરે માટે ધીખતી બેંક હતી. તેઓને જ્યારે જોઈએ ત્યારે ને જેટલી જોઈએ તેટલી રકમ ત્યાંથી મળી શકતી હતી. બીજી તરફ દાદાગીરીમાં ટેવાયેલા તોફાની મુસલમાન હિંદુએનાં ઘરમાંથી ધન, માલ મિલકત, અનાજ, ઘોડા, ગાય વગેરે અને સ્ત્રીઓ-કન્યાઓ વગેરેને ઉઠાવી જતા હતા અને મકાન, બાગ, મૂડી વગેરેને દબાવી બેસતા હતા. બાદશાહ શાહજહાંએ તોફાની મુસલમાનો નગરશેઠના પરિવાર તથા મકાન ઉપર આવીને આફત ન ઉતારે એટલા ખાતર ખબરદારી રાખવા ગુજરાતના સૂબાઓ ઉપર એ સૌની સલામતીનું ફરમાન લખી મોકલી સૌને સાવધાન કર્યા હતા. ( – પ્રક. ૪૪, પૃ. ૧૪૭, ફરમાન ૧૪મું) એકંદર બાદશાહ શાહજહાંએ નગરશેઠ શાંતિદાસ તથા જેને નીચે પ્રમાણે ચાર ફરમાન આપ્યાં. (૧૪) સં. ૧૬૯૨માં સલામતીનું. (૧૫) સં. ૧૭૦૧માં જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતાનું. (૧૬) સં. ૧૭૦૫માં શેઠ શાંતિદાસ ઝવેરી તથા જેનોને શ્રી ચિંતા મણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ ન બનાવી પાછો સોંપવાનું. (૧૭) સં. ૧૭૧૩ના કાર્તિક સુદિ ૧ ના રોજ શેઠ શાંતિદાસ ઝવેરીને શ્રી શત્રુંજ્ય પહાડ તથા પાલિતાણું ગામ ઈનામમાં આપ્યાનું. ( – પ્રક. ૪૪, પૃ. ૧૪૭, થી ૧૬૦ ફરમાન) વિશેષ નેંધ – ખાસ ઘટના એ છે કે, બાદશાહ ઔરંગઝેબે સં. ૧૭૧૪માં શેઠ શાંતિદાસને પાલિતાણા ઈનામમાં આપ્યાના ફરમાનને બીજું ફરમાન કાઢી સમર્થન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy