________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[ ૧૩૧ ઇતિહાસ કહે છે કે, દિલ્હીના બાદશાહ શાહજહાં (સં ૧૬૮૪થી ૧૭૧૫)ના રાજકાળમાં વિ.સં. (૧૭૦૧માં અમદાવાદમાં તાંબર તપાગચ્છ અને લોકાગચ્છના જેનો વચ્ચે જ્ઞાતિ વ્યવહારનો ઝઘડો પડ્યો હતો ત્યારે મહાજને એ લોંકાગછના જેનો સાથે રેટી-બેટી વ્યવહાર બંધ કર્યો હતો.
આથી લોકાગચ્છના જૈનોએ ગુજરાતના સૂબેદાર દારા શિકોહને અરજી કરી હતી કે, મહાજને અમારી સાથે રોટી-બેટીને વ્યવહાર બંધ કર્યો છે. તે અંગે તમે મનાઈ હુકમ આપો અને હુકમ કરો કે અમારી સાથે બેસી રોટી-બેટીને વ્યવહાર શરૂ કરે.
સૂબા મહમ્મદ દારા શિકોહે સં. ૧૭૦૧ના ભાદરવા સુદિ ૧ના રોજ એક ફરમાન બહાર પાડી જાહેર કર્યું કે પરસ્પરમાં રોટીબેટીનો વ્યવહાર કરવો કે ન કરવો એ તેઓની સ્વતંત્રતાનો વિષય છે. તેમની સ્વતંત્રતામાં રાજ્ય દખલ કરી ન શકે. અમારી ભાવના છે કે, કેઈએ એક-બીજાને હેરાન કરવા નહીં છતાં કોઈ કોઈને હેરાન કરશે તો અમારે વચમાં પડીને દખલ કરવી પડશે.
(જૈ૦ પ૦ ઈપ્રક. ૪૪, પૃ ૧૪૮થી ૧૫૧, ફરમાન નં. ૧૫) નગરશેઠના મનોરથો––
નગરશેઠ શાંતિદાસની ભાવના હતી કે હું દેવ, ગુરુ અને ધર્મના પ્રતાપે જ સારી સ્થિતિએ પહોંપો છું. એટલે દેવ, ગુરુ અને ધર્મનો જ મારા ઉપર ઉપકાર છે તે હવે મારે પણ દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ–ઉપાસના કરવી જોઈએ અને લાભ લેવો જોઈએ.
(૧) સિકંદરપુરમાં બિરાજમાન ભગ0 શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મારા ઉપર મોટો ઉપકાર છે. મારી ફરજ છે કે, તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો મેટો જીર્ણોદ્ધાર કરી તેમાં ત્રણ શિખરે, ત્રણ ગભારા, ત્રણ રંગમંડપ અને ત્રણ ખેલામંડપ એમ છ મંડપ અને ત્રણ શગારકીવાળો અને ચારે બાજુએ કેટથી સુશોભિત ભવ્ય અને વિશાળ જિનપ્રાસાદ–તીર્થધામ બનાવવું.
(૨) પં. રાજસાગર ગણીને આચાર્ય બનાવી તેમના ભકતોની સંખ્યા વધારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org