________________
[ પ્રકરણ
૧૩૨ ]
જૈન પરંપરાને ઇતિહાસ (૩) આ જિનાલયના પ્રતિષ્ઠા–ઉત્સવમાં ધામધૂમથી સાધર્મિક વાત્સલ્ય વગેરે કરી જનધર્મની પ્રભાવના કરવી.
શેઠ શાંતિદાસે આ મનેરને સફળ કરવા પ્રયત્ન શરૂ કર્યો.
(૧) સં. ૧૯૭૮માં સિંકદરપુરના ભગવ્ય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું. સાથોસાથ મહાપ્રતિષ્ઠા ઉત્સવ કરવા માટે નાની-મોટી જિનપ્રતિમાઓ તૈયાર કરવાનું કામ ધમધોકાર શરૂ કર્યું.
(૨) ઉપાઠ શ્રી રાજસાગર ગણીને ભટ્ટારક બનાવવાના પ્રયતને શરૂ કર્યા, પરંતુ ત્યારે તપાગચ્છમાં ભટ્ટાશ્રી વિજયદેવસૂરિસંઘ અને ભટ્ટા, શ્રી વિજયાનંદસૂરિસંઘ એમ બે પક્ષે હતા. હવે જે કાઈ નવા ભટ્ટારક બને તે ત્રીજો પક્ષ ઊભું થાય. એવી સ્થિતિ કેઈને પસંદ નહતી. આથી તે બંને પક્ષેના જોડાણનું વાતાવરણ ફેલાયું.
બંને પક્ષેએ સં. ૧૭૮૧ના ચૈત્ર સુદિ ૯ના રોજ પુનર્વસુ નક્ષત્રમાં અમદાવાદના કાળુપુરના ઉપાશ્રમમાં મોટું સંમેલન મેળવી બંને પક્ષેને એક કરવાની ચેજના ઘડી, પણ તે નિષ્ફળ ગઈ. સાથેસાથે ઉપા. શ્રી રાજસાગર ગણુને આચાર્ય ભટ્ટારક બનાવવાની વાત વિસારે પડી. ભગચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા
શેઠ શાંતિદાસની ધારણા હતી કે ઉપા૦ શ્રી મુક્તિસાગર (રાજસાગર) ગણીને આ૦ ભટ્ટારક બનાવી તેમના હાથે અમદાવાદના ભગવ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં મહાપ્રતિષ્ઠા કરાવવી પરંતુ તપાગચ્છના બે પક્ષેની એકતાની ચેાજનામાં એ વાત બંધ પડી. હવે તરતમાં કે વિલંબે પણ તેમને ભટ્ટાશ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્ય–ભટ્ટારક બનાવી શકાય એ શક્ય જ નહોતું.
શેઠે વિચાર્યું કે તેઓ ભટ્ટારક ક્યારે બનશે તે અચોક્કસ છે. બીજી તરફ જિનપ્રાસાદ તૈયાર થઈ ગયો છે. શાસ્ત્રોની આજ્ઞા મુજબ તેને ખાલી રાખી શકાય એમ નથી. વળી, ઘણી જિનપ્રતિમાઓ તૈયાર થઈ ગઈ છે તેને પણ અંજનશલાકા કે પ્રતિષ્ઠા કર્યા વિના રાખવી તે પાલવે તેમ નથી, તો હવે ઉપા) શ્રી રાજસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org