________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૨૯ ન બનાવ્યા તેથી જ આ. શ્રી વિજ્યદેવસૂરિએ પણ પં શ્રી મુક્તિસાગરને ઉપાધ્યાય પદવી ન આપી.
ભટ્ટાશ્રી વિજયદેવસૂરિ સં. ૧૬૭લ્માં ખંભાતમાં ચાતુર્માસ થિત હતા. અને ખંભાતના નગરશેઠ વ્યવહારી કામ માટે ચોમાસામાં અમદાવાદ આવ્યા. શેઠ શાંતિદાસે અવસર જોઈ સૂબાની સત્તા હાથમાં લઈ ખંભાતના શેઠને પોતાને ત્યાં અતિથિ તરીકે રાખી નજર કેદી બનાવ્યા અને તેને રૂઆબથી જણાવ્યું કે, “શેઠ! તમારે ખંભાતનાં ઝાડ જોવાં છે કે નહીં? જો એ જોવાની ઈચ્છા હોય તો ખંભાતમાં રહેલા આ૦ શ્રી વિજયદેવસૂરિ પોતાની જાતે જ પં. શ્રી રાજસાગર ગણીને ઉપાધ્યાય પદ આપી આચાર્ય બનાવવાની કબૂલાત આપે એ પ્રબંધ કરો તે જ તમે અહીંથી છૂટીને ખંભાત જઈ શકશે.”
ખંભાતમાં શેઠાણીએ આ વાત જાણું, તે તરત જ ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિ પાસે જઈ આંખમાં આંસુ લાવી ગચ્છનાયક પાસે પિતાના સૌભાગ્યની ભિક્ષા માગી અને અમદાવાદમાં શેઠના સકલ સમાચાર કહી સંભળાવ્યા.
ભટ્ટા શ્રી વિજયદેવસૂરિએ પં. રાજસાગર ગણીને ઉપાધ્યાયપદવી આપવાની મૂક સમ્મતિના પ્રતીકરૂપે એક પત્રમાં પોતાના હસ્તાક્ષરથી “શ્રી નિનાદ :” લખી તેમાં વાસક્ષેપ નાખી તે પત્ર શેઠાણને આપ્યા.
શેઠ શાંતિદાસે સં૦ ૧૬૭લ્માં અમદાવાદમાં પં. મુક્તિસાગર ગણીને ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિને વાસક્ષેપ નાખી ઉપાધ્યાય પદવી આપી એટલે તેઓ હવેથી ઉપ૦ રાજસાગર ગણી નામથી ઓળખાવા લાગ્યા.
પછી શેઠ શાંતિદાસે સં૦ ૧૬૮૬ના જેઠ સુદિ ૧૪ના રોજ અમદાવાદમાં ભગ0 શ્રી મહાવીર સ્વામીના જિનપ્રાસાદમાં મહોત્સવ કરી ઉપ રાજસાગર ગણીને આચાર્યપદવી આપી, તેમ જ બીજા મુનિરાજેને ઉપાધ્યાય, પંન્યાસ વગેરે બનાવી, તપાગચ્છના સાગર છને ચતુર્વિધ સંઘ સ્થાપન કર્યો. તે સંઘમાં સાગર, વર્ધન, સૌભાગ્ય જે, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org