________________
૧૨૮] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ પંન્યાસજી હસીને બેલ્યા, “શેઠ! અમે પાંચ મહાવ્રત ધારણ કરેલાં છે. અમે માતા, પિતા, ઘર, માલમિલકત, કુટુંબ પરિવાર છેડીને નીકળ્યા છીએ – સાધુ બન્યા છીએ એટલે અમે રાજ્યને શું કરીએ? છતાં તમારે ગુરુભક્તિને લાભ જ લેવો હોય તો ભટ્ટા, શ્રી વિજયસેનસૂરિને આમંત્રણ આપી અમદાવાદમાં પધરાવે. તેમને પ્રસન્ન કરી અમને બંનેને તેમના વરદ હસ્તે ઉપાધ્યાયપદ અપાવો. આથી તમને મેટો લાભ થશે”
નગરશેઠ શાંતિદાસે સંવેગીગરછના ૫૦મા ભટ્ટાશ્રી વિજયસેનસૂરિને વિનંતી કરી ભારે માન-સન્માનથી અમદાવાદમાં પધરાવ્યા અને અવસર જોઈ વિનંતી કરી કે, “આપશ્રી કૃપા કરીને પં નેમિસાગર ગણ અને પં૦ મુક્તિસાગર ગણીને ઉપાધ્યાય બનાવે.”
ગચ્છનાયકે શેઠ શાંતિદાસની વિનંતીથી સં. ૧૬૬૫માં અમદાવાદમાં માત્ર પં. નેમિસાગર ગણીને જ ઉપાધ્યાયપદ આપ્યું પણ પં. શ્રી મુક્તિસાગર ગણીને ઉપાધ્યાય પદવી ન આપી.
શેઠ ખુશ થયા અને ગચ્છનાયકને પાઘડી ઉતારી વિનંતી કરી કે, “હવે પં૦ મુક્તિસાગર ગણીને ઉપાધ્યાયપદ આપે.”
ગચ્છનાયકે ઠંડો જવાબ આપતાં જણાવ્યું કે, “મહાનુભાવ! હું તમારી લાગણી સમજુ છું, પરંતુ તમે સમજી શકે એમ છે કે, પદવી એ જેને તેને લહાણી કરવાની કે ઘેર ઘેર વહેચવાની વસ્તુ નથી. તે કાને આપવી, કોને ન આપવી, ક્યારે આપવી અને ક્યારે ન આપવી તેને વિચાર કરવો પડે છે.” ગચ્છનાયકે આટલે ખુલાસો કરી મિાન પકડયું. નગરશેઠને આ ખુલાસાથી છેટું લાગ્યું પણ તેમણે “જેવી આપની મરજી” કહી તે વખતે મનમાં જ નક્કી કર્યું કે,
હવે હું શ્રી નેમિસાગરને ભટ્ટારક બનાવી, પં શ્રી મુક્તિસાગર ગણીને તેમના હાથે જ ઉપાધ્યાય બનાવી, પછી આચાર્યપદવી અપાવી ઉપા. શ્રી રાજસાગર ગણી અને પછી આ રાજસાગરસૂરિ બનાવીશ.” ભટ્ટાશ્રી વિજયસેનસૂરિએ પં. શ્રી મુક્તિસાગરને ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org