________________
૧૨૦] જેન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ ભૂલાનગર પાસેના પ્રદેશમાં એ વહેમ પ્રચલિત છે કે- “પાંચમના કામમાં પંચા પડે. અમદાવાદના નગરશેઠના કુટુંબમાં પણ “સારાં કામ માટે પાંચમને દિવસ અશુભ મનાય છે.”
આ વિશે એવી દંતકથા સંભળાય છે કે –
એક કુમારી કન્યા પોતાના ગામથી પાંચમના દિવસે કઈ શુભ કામ માટે નીકળી હતી પણ રસ્તામાં તે ઘણી હેરાન થઈ ગઈ છેવટે મરણ પામી. ત્યારથી પાંચમ અશુભ મનાય છે.”
આ કહેવત ભૂલાનગર અને નગરશેઠના કુટુંબ વચ્ચે પ્રાચીન સંબંધ હોવાનું પૂરવાર કરે છે.
ઉદયપુરના શિસેદિયા રાજવંશ અને અમદાવાદના નગરશેઠવંશ વચ્ચે છેલ્લાં વર્ષો સુધી ભાઈચારા જે સંબંધ હતો. એકબીજાના શુભ પ્રસંગે એકબીજાને આમંત્રણ આપી બેલાવતા હતા. તેમ જ વિવાહ વગેરેમાં ચાંદલ આપ, જન્મ પ્રસંગે ભેટશું આપવું વગેરે મર્યાદા જાળવતા હતા.
કોઈ મોગલસેનાએ આ ભૂલાનગરને ભાંગી-તેડી ખેદાનમેદાન કર્યું, જે ગામ આજે દટ્ટણપટ્ટણ છે.
સિરોહી રાયે ભૂલાનગરની પુરાણ જમીનને ખેદાવી ત્યારે તેમાંથી જિનપ્રતિમાઓ વગેરે નીકળ્યાં હતાં. જે રેહિડા જૈન સંઘને આપવામાં આવ્યાં હતાં, આ બધી પ્રતિમાઓ રોહિડાના જૈન દેરાસરમાં બિરાજમાન છે.
આટલી પ્રાસંગિક હકીકતો નોંધી હવે આપણે નગરશેઠના કુટુંબની વંશાવલી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org