________________
અમદાવાદના નગરશેઠને વંશ અને વંશાવલી
૧. પદ્માશાહ– સંભવ છે કે એમનું બીજું નામ હરપતિ હોય અને ઉદયપુરના રાણુ સામંતસિંહના...હાય.
૨. વત્સાશાહ – તેમનું બીજું નામ શા. વા છે પણ જાણવા મળે છે. તેમને ગુરુદે નામની પત્ની હતી. તેમનું કુટુંબ તપાગચ્છીય ભટ્ટા આ૦ શ્રી વિજયહીરસૂરિ અને આ૦ શ્રી વિજયસેનસૂરિનું ભક્ત અને ઉપાસક હતું.
આશુકવિ . શ્રી હેમવિજ્ય ગણે જણાવે છે કે,
ભટ્ટાશ્રી વિજયસેનસૂરિએ સં ૧૬૫૪ના મહા સુદિ પ ના રોજ અમદાવાદના અમીપુરમાં ધનકુબેર શેઠ ભેટાશાહના જિનાલયની પ્રતિષ્ઠા કરી અને તે જ ઉત્સવમાં, તે જ દિવસે મહા શ્રી ધર્મસાગર ગણીના શિષ્ય શ્રી લબ્ધિસાગરને ઉપાધ્યાયપદવી આપી.
વળી, તે જ દિવસે અમદાવાદના શેઠ વત્સા (વાછા) ઝવેરીના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬પ૪ના એ જ વર્ષનું ચાતુર્માસ અમદાવાદના અમીપુરમાં કર્યું.
સં. ૧૯૫૫માં અમદાવાદના ઢીંકવાપાડાની જમીન ખોદતાં ત્યાંથી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા નીકળી આવી. તે પ્રતિમાનું આચાર્યશ્રીએ વિજયચિંતામણિ પાર્શ્વનાથ નામ રાખી તેને અમદાવાદના સીકંદરપુરના એક જિનાલયમાં પધરાવી અને સં. ૧૬૫૫નું ચાતુર્માસ સીકંદરપુરમાં કર્યું. સં. ૧૬પ૬ના મહા સુદિ ૫ ના રોજ સીકંદરપુર (બીબીપુર)માં શ્રીસંઘે બંધાવેલા જિનાલયમાં એ વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. સાથોસાથ અમદાવાદના વીશા શ્રીમાળી શેઠ બહુઆના શ્રી શાંતિનાથના ઘર દેરાસરની પ્રતિમાની અને કાવીના શેઠ ગાંધી કુંઅરજી નાગર જૈનના ભ૦ ધર્મનાથની પ્રતિમાની અંજનશલાકા કરી.
(– વિજયપ્રશસ્તિ કાવ્ય સર્ગ, લે. જૈન પરં
ઈતિહાસ, પ્રકo૫૯ પ્રતિષ્ઠા વિભાગ.) બાદશાહ અહમ્મદશાહે સં૦ ૧૪૬૮માં અમદાવાદ નગર વસાવ્યું. શહેરને આબાદ કરવા માટે બહારથી મેટા મેટા વેપારી
છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org