________________
૧૧૮] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તે વશ વર્ષની ઉંમરે પિતાનું ક્ષાત્રવટ બતાવવા પિતાથી રિસાઈને મારવાડ છોડી મેવાડના ઉદયપુરમાં આવી એક મુસાફરખાનામાં રહ્યો ને રાજ્યની ઘડાહારમાં નોકર બન્યા. પિતાની હોશિયારીથી ઉદયપુરના રાજપુરોહિતના આગ્રહથી તેના ગુપ્ત મંત્રણ વિભાગના દફતરમાં મહેતે બની રહ્યો, પણ આ પુરોહિત દેશદ્રોહી હતો કેમકે તે ઔરંગઝેબ સાથે ભળી ગયો હતે.
વીર દયાલશાહે તે બંનેનાં કાવતરાંનાં ગુપ્ત પત્રોને ખટલો રાણા રાજસિંસના હાથમાં લાવી મૂકો અને વિનંતી કરી કે, “બાપુ! પુરોહિતથી ચેતતા રહેજો.” રાણાએ પુરોહિતના કાવતરાથી ચેતી જઈ મેવાડને બચાવી લીધો અને વીર દયાલ શાહને ધીમે ધીમે ઊંચા અધિકાર આપી છેવટે રાજ્યના મહામાત્યપદે પ્રતિષ્ઠિત કર્યો.
ઉદયપુરના શેઠ સેહનલાલે તેની સાથે પોતાની બહાદુર, ચતુર, દેશપ્રેમી અને ધર્મપ્રેમી પાટમદે નામની પુત્રી પરણાવી.
વીર દયાલશાહે ઘણુ યુદ્ધ છેડ્યાં. શત્રુઓને હંફાવી પિતાની વીરતાને પરિચય કરાવ્યો. મહ. પાટીદેવી પણ પુરુષના વેશમાં સૈનિકને ગણવેશ પહેરી, ગુપ્ત નામ રાખી મેવાડી સેનામાં દાખલ થઈને લડાઈના મેદાનમાં ઊતરતી હતી. લડાઈમાં તેના પતિ દયાલશાહ ચિંતા શત્રુઓના ઘાને ભેગ ન બને તેનું ધ્યાન રાખી તેમનું પૂરું રક્ષણ કરતી.
મંત્રી દયાલશાહને આ નવા સિનિક વિશે જાણવા ઈચ્છા થઈ ત્યારે તપાસ કરતાં વીરાંગના પાટમ હોવાનું માલુમ પડ્યું.
દયાલશાહે શત્રુઓના બધા દાવપેચ તોડીફાડી દગાબાજીને ફાવવા ન દીધી. યુદ્ધમાં આજમખાંને પણ હરાવી દીધું હતું.
આ રીતે દયાલશાહ મંત્રીએ મેવાડનું પૂરી તકેદારીથી રક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત નીચેના ગ્રંથમાં શિસેદિયા રાજવંશના ઉલલેખે મળે છે.
૪. કવિવર શ્રી ક્ષેમવર્ધન ગણીકૃત “પુણ્યપ્રકાશરાસ.” ૫. પં. શ્રી કૃપાસાગર ગણકૃત “ભટ્ટારક રાજસાગરસૂરિરાસ”
તારતી પરિશ્રમ
કરી,
તા. લડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org