________________
૧૧૨] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ માલવાળા વહાણનો વીમો ઉતારવા વિનંતિ કરી અને મુનીમે વહાણના ટંડેલનું નામ લખી તેના માલની આંકણી કરી વીમે ઉતાર્યો. પૈસા લઈ, જમાડી તેને રવાના કર્યો.
પ્રમોદરાય ત્રીજે દિવસે આવ્યા. આવીને જોયું તે મુનીમે વશ લાખથી વધુ જોખમ ખેડ્યું છે એવી ભૂલ જણાતાં તે મૂછિત થઈ ગયા. મણિલાલ મુનીમ પણ ખરી વાત સમજ્યો ત્યારે મૂંઝાઈ ગયા. જે પિસા ભરવા પડે તો ત્રીશ લાખ લાવીશું ક્યાંથી? પણ મુનીમે મનને મનાવી લીધું કે મેસમ સારી છે. પવન અનુકૂળ છે માટે વાંધો નહીં આવે. સમયે સૌ સારાં વાનાં થશે. અને એ રીતે શેઠને પણ સમજાવ્યા.
આ પરિસ્થિતિની સુભદ્રાને ખબર પડી. તેણે પણ શેઠને શાંત પાડવા બધા પ્રયત્નો કર્યા. રાતે બંને સૂઈ ગયાં.
મધ્ય રાત્રિએ પુષ્કળ પવન ફૂંકાવા લાગ્યો. ચારે તરફ આંધી ફેલાઈ ગઈ હતી. ઘણું ઝાડ તૂટી પડ્યાં હતાં, થાંભલા પણ વળી ગયા, કેટલાંક મકાનો પડી ગયાં. શેઠ રાત્રે જાગ્યા ને પરિસ્થિતિ પામી ગયા. મનમાં બબડવા લાગ્યા કે ખેલ ખલાસ !
સવાર થતાં વાતાવરણ શાંત થયું. બપોરે શેઠ ઉપર તાર આવ્યો કે “વહાણનો પત્તો નથી. ત્રીશ લાખ રૂપિયા તૈયાર રાખે. સવારે આવીએ છીએ.” શેઠ આ સાંભળી ગાંડા જેવા થઈ ગયા. તે ઘેર આવ્યા અને અફીણ ઘોળી પીવાનો નિર્ણય કર્યો. શેઠના હુકમ મુજબ સુભદ્રાએ સાંજ થતાં અફીણની બે ખાલી તૈયાર રાખી. એક પિતાને માટે અને બીજી શેઠને માટે.
સુભદ્રાએ શેઠ પાસે આવીને કહ્યું : “મરવું છે જ પણ મને એક વચન આપો.” શેઠે તે કેવલીની સાક્ષીએ પાળવાના કેલ આપ્યો. “આ અફીણ આ માટે નહીં પણ એવો સમય આવે ત્યારે આપણે બંને પીશું.” શેઠે તેનું વચન કબૂલ રાખ્યું.
પછી સુભદ્રાએ નાન કરી નવાં વસ્ત્રો ધારણ કર્યા. શણગાર પણ સક્યો. અને ઘીને દીવ લઈ પુરતકમાંથી સ્તવન ગાવા લાગી. શેઠ એ સાંભળતાં સાંભળતાં ઊંઘી ગયા. શેઠાણીએ પ્રભુભક્તિ ચાલુ રાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org