________________
સત્તાવન ! ભટ્ટારક વિજ્યદાનસૂરિ
[૧૧૩ પોતે કરેલાં ઘર્મકાર્યોને યાદ કર્યા. ચોથે પહેર થયો. તે જાગતી જ હતી એવામાં નીચેથી સાંકળ ખખડાટ થયા. શેઠાણીએ નીચે આવી બારણું ખેલ્યાં.
એક બુકાનીધારી માનવી હાથમાં મોટી કેથળી લઈને આવી ઊભું હતું. તેણે શેઠાણને જોઈ બુકાની કાઢી નાખી વિનંતી કરતાં કહ્યું:
ભવાનીપુરના બાપુ ગઈ કાલે દેવલોક પામી ગયા છે. સરકારનો સૂબો ત્યાં આવી જપ્તી બેસાડશે અને કંઈ લેવા નહીં દે. હું ત્યાંનો ફટાયો છું. પિતાજીએ હું લાડકો હોવાથી મારા ભાગની રોકડ અને જરજવેરાત મને આપી દીધેલાં છે તે લઈ હું રાતોરાત ભાગ્ય છું. મોટો ભાઈ તો બાપુની ગાદીએ આવશે પણ મારું કેણુ? તો આ મારી મૂડી છે. વ્યાજ વિના રાખવાની છે. તો તમે રાખી લે. ના ન પાડતાં. તમારી મોટપની મને જાણ છે. મારે વ્યાજ નથી જોઈતું. મારે પારેવાં જેવાં બાલુડાં છે તેના પર દયા લાવી આ મૂડી રાખી લે.” આમ કહી તે મોટી કોથળી મૂકીને ઘોડે બેસી ચાલ્યો ગયો.
સુભદ્રાએ એ મિલકતની નોંધ કરી લીધી. ઝેરની પ્યાલીઓ ઢાળી દીધી. સવાર થતાં શેઠે જાગી શેઠાણને બેલાવી કહ્યું કે, “હવે પ્યાલી પી લઈ એ. શેઠાણીએ ચોથા પ્રહરની બધી ઘટના કહી સંભળાવી. શેઠ ખૂબ ખુશ થયા. નાહી-ધોઈ, જમી-પરવારીને દુકાને ગયા. મુનીમ મણિલાલ પણ એ જ અવસરે હસતે મે એ આવી કહેવા લાગ્યો : “શેઠ ! વધામણી. વહાણ સહીસલામત છે. બીજા બંદરે એ ખેંચાઈ ગયાં હતાં. તે હવે તેઓને મળી ગયાં છે.”
શેઠે આનંદના સમાચારથી આંખ મીંચીને પિતાની સતીશિરોમણિ સુભદ્રાને યાદ કરી ને સુભદ્રાને મનથી ધન્યવાદ આપવા લાગ્યા. ૨. શેઠ મોતીશાહ
(જુએ પ્રક. ૪, ૫૩૭, ૭૭૫) ૩. શેઠ પ્રેમચંદ રાયચંદ – રાજબાઈ ટાવર વગેરે.
કીકાભાઈ માણેકલાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org