________________
૭૦] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ વડનગરને મલેક ગોપી બ્રાહ્મણ હતું, જે બા. મહમ્મદ બેગડાની કૃપાથી અધિકારી બન્યા હતા. ગેપી, મલેક ગોપી કિંવા ઉત્સુક રાજા સારંગદેવની મદદથી શાહજાદો મુજફર ગુજરાતને બાદશાહ બન્યા હતા.
(–પ્રક૪૪, પૃ. ૨૧૨ ) ગેપીને મિત્ર ઈડરને રાજા ભીમ બાદશાહના ગુન્હામાં આવ્યા હતે; પરંતુ ગોપીના વચ્ચે પડવાથી તે બચી ગયો હતો. મલેક ગેપીએ સને ૧૪૬૮ (વિ. સં. ૧૫૩૦-૪૦)ના દુકાળમાં જગતને મેટી મદદ કરી હતી.
મલેક ગોપી બહુ વિષથી હતું. તેણે એક ધારા નામની નર્તકીને રખાત તરીકે રાખી હતી. બા. મુજફરે સને ૧૫૧૪માં તેને મારી નાખ્યા.
સંભવ છે કે, દિલ્હીના બાદશાહ અકબર અને બા, જહાંગીરના સમયે તેમના ગુજરાતના સૂબાઓના હાથ નીચે સૂરતને મંત્રી ગોપી નાગર હોય. એટલે વડનગરને મલેક ગેપી અથવા મંત્રી ગોપી નાગર તે જ ગેપી હોય. કવિબહાદુર પં. દીપવિયજી ગણી સં. ૧૮૭૭માં લખે છે –
ફિરંગીઓએ સં. ૧૫૦૦માં સૂરતનો કિલ્લો બંધાવ્યો. શાહજાદો જહાંગીર સં૦ ૧૬૨૪માં રાને આવ્યો હતો ત્યારે રાનેરમાં કરોડપતિ નાખુદા રહેતા હતા ને શાહજાદી જહાંગીરને ૨ ગાઉ દૂર રાનેરમાં પોતાને ઘેર લઈ ગયો હતો. તેણે શાહજાદાના સન્માનમાં વરીયાવથી પોતાના ઘર સુધી રસ્તામાં કિનખાબ વસ્ત્ર પથરાવ્યું હતું. શાહજાદાએ તેના ઉપર ખુશ થઈ તેને કહ્યું : “માગ, માગ, જે જોઈએ તે માગી લે. જવાબમાં તેણે કહ્યું : “મારે હાથી અને હાથને સંગ જેવો છે.” શાહજાદાએ તેને સમજાવતાં કહ્યું : “એ જોવામાં લાભ નથી. એ જેવાથી માણસ નિર્ધન થઈ જાય છે એમ કહેવાય છે.” છતાં તે ન માને. શાહજાદાએ તેને હાથી–હાથણીનો સંગ બતાવ્યા. છેવટે તેનું ઘન નાશ પામ્યું. તે દરિદ્ર બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org