________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૬૫ પામે. તે પછી (૨) શાલિવાહન, (૩) કેતૂન, (૪) ચાચિગદેવ અને (૫) કર્ણ વગેરે રાજાઓ થયા.
(–ટાડ રાજસ્થાન' ભા. ૨, જેસલમેર અ૦ ૨, પૃ. ૭ થી ૯૯) આમેર–
આંબા કચ્છવાહ સં. ૧૧૧૪માં આમેર નગર એક પહાડી પર વસાવ્યું. તેની આસપાસ કિલો પણ બાંધ્યો. જયપુર રાજ્યની પ્રાચીન રાજધાનીનું નગર આમેર બન્યું હતું.
અહીં જન . સંઘે મોટું જિનાલય બંધાવ્યું છે અને ૦ જૈન ધર્મશાળા પણ છે. આમેરના કિલ્લામાં ઘણું ગુપ્ત સ્થળે હોવાનું કહેવાય છે અને તે પછી એક ગુપ્ત રથને રાજ્યના ખજાન ભંડારેલો છે એમ સંભળાય છે. સાંગાનેર–
સાંગાનેર નગર સં. ૧૪૦૩માં વસ્યું. અહીં તપાગર છીય છે જૈન સંઘનું મેટું જિનાલય છે, જેમાં જગદગુરુ આ૦ હીરવિજયસૂરિની ચરણપાદુકા બિરાજમાન છે.
જગ આ૦ હીરવિજ્યસૂરિ સં. ૧૬૩માં ફતેપુર સિકી ગયા ત્યારે આ નગરમાં પધાર્યા હતા. બાદશાહ અકબરે તેમને ફતેપુર સિકી જલદી આવવાની વિનંતી કરવા માટે મહ૦ વિમલહર્ષગણ, પં. સિંહવિમલ ગણી વગેરે મુનિવરો અને આગરાના શેઠ થાનમલ વગેરે જૈનોને આ નગરમાં મોકલ્યા હતા. આચાર્યશ્રી તેમની સાથે વિહાર કરતા કરતા ફતેપુર સિકી પધાર્યા હતા.
આ. વિજયસેનસૂરિ સં. ૧૬૯માં ગુજરાતથી લાહોર જતાં આ સાંગાનેર નગર થઈને ગયા હતા.
પં. ઉદયસૌભાગ્યગણીએ સં. ૧૬પ૩ના કા. સુ. ૭ ને રવિવારના રોજ સાંગાનેરમાં “નારચંદ્ર જ્યોતિષ” નામક ગ્રંથની પ્રતિલિપિ પૂરી કરી હતી.
વિરુતજૂerમળિ પિતછી શા માજી-તાજા કુugसौभाग्य - मुनि उदयसौभ ग्येन लिखितम्, उदयसौभाग्यमुनिना सवत्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org