________________
४४
જૈન પર પરાના તિહાસ ભાગ ૩જો
[ પ્રકરણ ૧૨૩૪ (હી૰ સં૦ ૫૭૪, સને ૧૧૭૮)માં શાહબુદ્દીન મહમ્મદ ઘારીએ ગિઝનીથી મુલતાનના રસ્તે થઈ સીધા ગૂજરાત ઉપર હલ્લો કર્યાં હતા. આબૂની ખીણમાં કાયદ્રા પાસે ગિઝનીની સેના અને ગૂજરાતની સેના સામ સામે થયાં. મહામાત્ય વસ્તુપાલની બુદ્ધિ, ધારાવ દેવ, પરમાર રાજા કેલ્હેણુદેવ વગેરેની બહાદુરીથી અને કુદરતની અનુકૂળતાથી ઘારી હારીને ચાલ્યેા ગયા. ( પ્રક૦ ૩૫ પૃ૦ ૧૩૭)
66
માનવતા ઃ- આ વખતે ઘારીની માનવતાને સુંદર પરિચય મળે છે. વિ. સં. ૧૨૩૪ લગભગમાં ગીઝનીમાં એક ધનાઢચ વેપારી રહેતા હતા. એની પાસે એટલી બધી મિલ્કત હતી કે યુદ્ધનું બધું જ નુકસાન તેની એકલાની પાસેથી વસૂલ થઈ શકે. આથી શાહબુદ્દીનના કેટલાએક દરબારીઓએ બાદશાહને કહ્યું કે, “ આ વેપારીને લૂટી લે, જેથી યુદ્ધનું બધું નુકસાન ભરપાઈ થઈ શકે.” પરંતુ શાહબુદ્દીને એમ કરવાની ના પાડી અને જવાબ આપ્યા કે, “ જો હું પરદેશી વેપારીઓને આ રીતે લૂટી લઉં તે, મારા રાજ્યમાં વેપાર કરવાને કાણ આવશે? આ ઉત્તર સાંભળી દરબારીએ મૌન બની ગયા.
tr
,,
( -જામે ઉલહિકાયત; ભેા॰ જે॰ સાંડેસરાનું વસ્તુપાલનું વિદ્યામ`ડળ અને બીજા લેખા ’ પૃ ૧૧૦, ૧૧૧)
તે પછી દિલ્હીના છઠ્ઠા બાદશાહ કુતબુદ્દીન ઐબક સ૦ ૧૨૫૪ ( હી. સં૰ ૫૯૩, સને ૧૧૯૭)માં ગૂજરાત ઉપર ચડી આવ્યેા. તેણે આમૂના ઘાટમાં પરમાર ધારાવ દેવ તથા ગૂજરાતની સેનાને જીતી લીધી. તે પાટણ આન્યા. અને ત્યાં તેણે પેાતાની સત્તા જમાવી. આ યુદ્ધમાં સેનાપતિ જીવન માર્યા ગયા હતા. પણ કુતબુદ્દીન ઐબક શાહબુદ્દીન ગિઝનીના હુકમથી પાછા દિલ્હી ચાલ્યા ગયા.
( -તજઉલમ સીર, તમકાત ઈ નાસીરી, પૃ॰ પર૦પર૧, ઇતિ પ્રક૦ ૩૫, પૃ ૧૪૦) ધારીએ સ’૦ ૧૨૪૬ ( સને ૧૧૯૩)માં પૃથ્વીરાજ ચૌહાણને મારી દિલ્હી અને ચિત્તોડ જીતી લીધાં. તે અખકને દિલ્હીમાં રાખી ગિઝની પાછે ચાલ્યા ગયા.
(પ્રક॰ ૩૫, પૃ૦ ૧૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org