________________
૮૬૬ જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ અમૃતમેરૂને આચાર્યપદ આપી આ આનંદવિમલસૂરિ નામ રાખી ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા. ગચ્છનાયક આ૦ સુમતિસાધુસૂરિ સં. ૧૫૮૧માં સ્વર્ગ ગયા. ક્રિોદ્ધાર
આ૦ હેમવિમલસૂરિ પિતે શુદ્ધ ચારિત્રધારી હતા. સાથેના યતિઓમાં શિથિલતા હતી. પણ પોતે શુદ્ધ નિરતિચાર ચારિત્ર પાળતા હતા. પોતે ક્રિોદ્ધાર કરી શક્યા નહીં. પણ તેમણે નવા ગચ્છનાયક આનંદવિમલસૂરિમાં કિદ્ધારને રંગ ઠાંસી ઠાંસીને ભર્યો હતે. એવામાં ઋષિ હાન, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ,
ષિ વીમા (ઋષિ વાનર) ઋષિ જગા, ઋષિ ગુણા, ઋષિ નાના વગેરે ૬૮ ઋષિ પરિવાર સાથે આવીને સંવેગી સાધુ બન્યા. તેઓ પણ ચારિત્રરંગી હતા. તેમના આવવાથી આ આનંદવિમલસૂરિ ઘણા આનંદિત થયા. તે ક્રિયેદ્ધારમાં ઉત્સુક હતા.
આ આનંદવિમલસૂરિ પિતાના ગુરુદેવે બતાવેલા માર્ગ પ્રમાણે તૈયાર થયા. ગુરુદેવે સં. ૧૫૬૦માં તેમને ગચ્છને ભાર સેં.
કલ્પસૂત્રના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ ૨૦૦૦ વર્ષ એટલે વિ. સં. ૧૫૯૦ લગભગમાં ભસ્મગ્રહ ઉતરી જાય, અને ક્રિયા દ્વાર થાય એ શકય હતું. - આ આનંદવિમલસૂરિને ક્રિાદ્ધાર એ ભવિષ્ય વાણીની પ્રાથમિક ભૂમિકા હતી. - આ આનંદવિમલસૂરિ કુમારગિરિમાં (કુણગેરમાં) ચોમાસુ રહ્યા. તેમણે ત્યાં ગુરુદેવની આજ્ઞા સિવાય એક નાની ઉમરની વિક્રમી નામની શ્રાવિકાને દીક્ષા આપી. અને તે પછી તે ચાર ચોમાસા જૂદા જૂદા સ્થાનમાં વિચર્યા. તે ત્યાગી હતા. ઉકત ઋષિઓના સહવાસથી વધુ ત્યાગી બન્યા દ્ધતા. - આ આનંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ ના વૈ૦ શુo ૩ ના દિવસે વડાલીમાં ગુરુદેવની મરજી પ્રમાણે પર (બાવન) મુનિવરેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org