________________
૮૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
(સં. ૧૯૮રને ગુજરાત-વીજાપુર વૃતાન્ત પૃ૦ ૧૩ થી ૧૬) (વીજાપુર પરિચય માટે જૂઓ પ્રક. ૪૫ પૃ૦ ૩૫૩ વીજાપુર) ૧ આર હેમવિમલસૂરિ અને મણિભદ્ર મહાવીર
આઠ બુદ્ધિસાગરસૂરિએ મણિભદ્ર મહાવીરને ઈતિહાસ આપે છે તે પ્રસિદ્ધ છે.
વિશેષ આ પ્રમાણે પણ મળે છે. માણેકચંદ શેઠ યતિઓને શિથિલાચાર દેખી લંકાગચ્છને શ્રાવક બની ગયું. છેવટે આ હેમવિમલસૂરિની પૂરી પરીક્ષા કરી, બારવ્રતધારી શ્રાવક બન્યા.
કાગચ્છના ત્યારના શ્રીપૂજે ભૈરવને સાધ્યો હતે. લંકાગચ્છના ૬૮ યતિઓ આ૦ હેમવિમલસૂરિના શિષ્ય બન્યા, શેઠ માણેકચંદ પણ તેમને શ્રાવક બન્યા. આથી તે શ્રીપૂજે ભૈરવને સાધી, ભરવ દ્વારા લંકાગચ્છમાંથી સંવેગી બનેલાઓને હેરાન કરવા પ્રયત્ન કર્યો. તેમાં ઘણુ સંવેગી સાધુ ભ્રમિત થઈ કાળ કરી ગયા.
માણેકચંદ શેઠ પણ મગરવાડાના જંગલમાં સિદ્ધગિરિના ધ્યાનમાં જ કાળ કરી મરણ પામી મણિભદ્ર નામે ઇંદ્ર બને, તે મગરવાડા આવ્યું અને તેણે ગુરુદેવ હેમવિમલસૂરિની આજ્ઞાથી લકાગછના શ્રીપૂજે મોકલેલા કાળા-ગોરા–ભરવને હઠાવી તેને ઉપસર્ગ દૂર કર્યો અને તેણે ગુરુદેવ પાસે માગણી કરી કે હવે પછી તપગચ્છના નાયકના નામમાં “વિજય” શબ્દ રાખ, અને મને “તપગચ્છને દેવ” માન. આચાર્યદેવે તેની આ માગણુઓને સ્વીકાર કર્યો.
તપગચ્છના નાયકોમાં ત્યારથી “વિજય” શબ્દ રખાય છે. અને તપગચ્છને ગચ્છરક્ષક દેવ મણિભદ્રવીર મનાય છે. ત્યારથી તપગચ્છનાં મંદિરે, ઉપાશ્રયમાં મણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે, બીજા ગચ્છવાળા પણ મણિભદ્રવીરને મેટે દેવ માને છે. (–જયપુરના તપગચ્છના ઉપાશ્રય તરફથી સં. ૧૬૧૭માં પ્રકાશિત વાર્ષિક “મણિભદ્ર” પત્ર વાર્ષિક અંક; માસ્તર રતિલાલ બાદરમલ તરફથી વીર સં૦ ૨૪૭૭ માં પ્રકાશિત ભક્તવીર શ્રી માણિભદ્રવીર ચરિત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org