________________
૮૩૫
પંચાવનમું ] આ હેમવિમલસરિ નાડેલ શહેરથી ૬ માઈલ દૂર વરકાણું ગામ છે. ગામ નાનું છે. પણ આ ગામ ગોલવાડ પ્રાન્તના જેનેની પંચાયતનું મુખ્ય સ્થાન છે. ગામમાં જેનેનાં ઘર નથી. પણ ગામની વચ્ચે બાવન દેરીઓ વાળે પ્રાચીન વિશાળ જિનપ્રાસાદ વિદ્યમાન છે. જેમાં રંગમંડપ અને નવ ચોકીના એક થાંભલા ઉપર સં૦ ૧૨૧૧ને લેખ છે. જિન પ્રાસાદમાં મૂળનાયક તરીકે ભ૮ પાશ્વનાથની ધાતુની પ્રાચીન ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. તેનું પરિકર સં૦ ૧૭૦૭માં બન્યું છે. જિન પ્રાસાદમાં બીજી પણ ઘણું પ્રતિમાઓ છે. ભ૦ હેમવિમલસૂરિવરે ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તંત્રની પાદપૂર્તિરૂપે મંદાક્રાન્તામાં વકાણુ પાર્શ્વનાથનું સ્તોત્ર કલે૪૬ બનાવ્યું હતું.
(પ્રક. ૫૫ પૃ૦ ૬૮૫) (૫૪) ભ૦ સાધુરત્નસૂરિના શિષ્ય કવિ ચક્રવત સર્વરાજગણિવરે સં૦ ૧૫૪૯ કા૦ વ૦ ૧૨ના રોજ માંડવગઢમાં “આનંદસુંદર ગ્રંથ” બનાવ્યું હતું. તેની પ્રશસ્તિમાં “શ્રી વરકાણું પાર્શ્વ પ્રસને ભૂયાત્ ” એમ લખ્યું છે.
(પ્ર. ૫૪ પૃ૦ ૪૩૯) આથી અનુમાન થાય છે કે સં૦ ૧૫૪૯થી વરકાણું પાર્શ્વનાથનું આ સ્થાન તીર્થ તરીકે વિખ્યાત હતું.
જિનપ્રાસાદમાં પિસતાં ડાબી તરફના હાથી પાસે શિલાલેખ ખોદેલે છે. તેમાં ઉલ્લેખ છે કે–મેવાડના રાણું જગતસિંહે તપગચ્છના ભવ્ય વિજયદેવસૂરિના ઉપદેશથી સં૦ ૧૬૮૬ પો. વ. ૮ શુક્રવારે જાહેર કર્યું છે કે વરકાણામાં દર સાલ પોષ વદમાં ૮, ૯, ૧૦ અને ૧૧ ને દિવસે મેળો ભરાય છે. રાયે આ મેળામાં જાત્રાળુઓનું કઈ જાતનું મહેસુલ લેવું નહી. (જૂઓ પ્ર. ૪૪ પૃ. ૪૨)
આ૦ વિ. વલ્લભસૂરિ અને આ૦ વિ૦ લલિતસૂરિના ઉપદેશથી ગોલવાડના જૈનસંઘે અહીં “વરકાણુ પાર્શ્વનાથ જૈન વિદ્યાલય ગુરુકુલ” બનાવ્યું છે. (અમારે જેન તીર્થોને ઇતિપૃ૦ ૩૨૨)
(૨) નાકેડાતી મારવાડમાં માલાની પરગણામાં બાજેતરા રેલ્વે સ્ટેશનથી ૭ માઈલ દૂર નાકેડા તીર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org