________________
૮૨૪
* જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ (–પ્રાગવાટ ઇતિહાસ ખંડ ૩ પૃ. ૩૨૩,
પ્રક. ૫૧, પૃ. ૫૧૫ શિરોહી નગર) ૧. પં. હર્ષકુલગણિની પરંપરા ૫૫. આ૦ હેમવિમલસૂરિ–સ્વ. સં. ૧૫૮૩ ૫૬. પં. કુલચરણુગણિતે મેટા વિદ્વાન હતા.
પ૭. પં. હર્ષકુલ ગણિવર–તેમનું બીજું નામ ૫૦ હર્ષકલશ પણ મળે છે.
વર વિબુધ હર્ષકુલ, કરી “શત અર્થ” વિચાર, સુલતાન સનાત, વાન્યા સહસ અઢાર. એમ ગ૭પતિ કેરા, કેતા કહું અવદાત; જે દેશ વિદેશ નર, નરપતિ વિખ્યાત. ૪૫”
(–આ. સેમવિમલસૂરિ કૃત “તપાસમશાખા પટ્ટાવલી) તે મોટા વિદ્વાન હતા, સમર્થ કવિ હતા, તેમના ઉપર સરસ્વતી દેવી પ્રસન્ન હતી.
ગુજરાતના બાદશાહ સુજફર શાહે (ઇ. સ. ૧૫૧૧ થી ૧૫ર૩, વિ. સં. ૧૫૬૮ થી ૧૫૮૦) સં. ૧૫૭૨ માં પપ મા આ૦ હેમ વિમલસૂરિને પકડાવી, કેદમાં પુરાવ્યા, અને ખંભાતના જૈન સંઘને ૧૨૦૦૦ ટકા દંડ કર્યો, તે રકમ પાછી વળાવવામાં પ૦ હર્ષકુલ ગણિ વગેરે ચાર વિદ્વાન મુનિવરે બાદશાહ પાસે ગયા. તેઓએ બાદશાહને સમજાવી, બાદશાહ પાસેથી એ રકમ સંઘને પાછી વળાવી આપી હતી. (–પ્રક૫૫, પૃ. ૬૮૨ ઉપસર્ગ પ્રતિકાર)
આ૦ હેમવિમલસૂરિવરે પિતાની પાટે “આવ સૌભાગ્યહર્ષ. સૂરિ”ને સ્થાપન કર્યા હતા. પં. હર્ષકુલગણિ તેમના પક્ષમાં હતા, તેથી તેમની શિષ્ય પરંપરા “હર્ષકુલ શાખા” તરીકે પ્રસિદ્ધ થઈ હતી. શતાથી
પં. હર્ષકુલગણિએ “પં. વિજયવિમલગણિ”ને “ગચ્છાચાર પઈન્નય” ભણ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org