SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નાના દેશીય ભાષામાં “સ્તવન’ પણ બનાવ્યું હતું. - ૫૯ મુનિ ખેમાનંદ, પં. મહાનંદગણિ–આ બંને મહા વિવેકહર્ષગણિવરના શિષ્ય હતા. તેમનાં બીજાં નામે મુનિ ક્ષેમહર્ષ તથા મુનિ મહાહર્ષ પણ મળે છે. મુનિ પ્રેમાનંદ સં. ૧૬૫૪માં વિદ્યમાન હતા. પં. મહાનંદગણિએ સં. ૧૬૫૭ માં ચોમાસામાં કચ્છના રાયપુરમાં “અંજનાસુંદરી રાસ” બનાવ્યું. તેમણે સં૦ ૧૬૬૯ ના માટે વ૦ ૮ને રવિવારે આરસૂ ગામમાં “ભક્તામર સ્તોત્ર” લખ્યું હતું. ૫૦ મહાનંદગણિ સં. ૧૯૬૭માં આ૦ વિજયસેનસૂરિની આજ્ઞાથી “અલવર ”માં ચોમાસુ રહ્યા હતા. સંભવ છે કે તેઓની પરંપરામાં પં. જિનહર્ષગણિ અને પુણ્યદેહ મહાયોગી શ્રી લાભાનંદજી–લાભહર્ષ એટલે આનંદઘનજી મહારાજ થયા હેય. (પ્રક. ૨) (૧) પાલનપુરા શીલશાખા પટ્ટાવલી ૫૫. ભ૮ હેમવિમલસૂરિ ૫૬. પં. ચારિત્રશીલગણિ ૫૭. પંડ સૌભાગ્યકલશગણિ–તે વિ. સં. ૧૫૭૭માં ચાંગા ગામમાં હતા. ૫૭. પં. જ્ઞાનશીલગણિ ૫૮. પં. સિંહકુશલગણિતેમણે સં. ૧૫૬૦માં નંદબત્રીશી ચોપાઈ બનાવી. (૧) પાલનપુર શીલ–ચારિત્રશાખા પટ્ટાવલી ૫૫. ભ૦ હેમવિમલસૂરિ-તેમની પરંપરા પાલનપુરા તપાગચ્છ તરીકે પણ પ્રસિદ્ધ હતી. પ. પં. ચારિત્રશીલગણિ-સંભવ છે કે–તેમનું નામ ૫૦ ચારિત્રસાધુગણિ હોય, તેમની પરંપરામાં ચારિત્ર, શીલ, સાધુ, કળશ, અને ધીર વગેરે શાખા ચાલી હેય. ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય ૫૦ ચારિત્રસાધુગણિના ઉપદેશથી વીરમપુરના સંઘે સં. ૧પ૬૮ વૈ શુ ૭ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં રાણા કુંભકર્ણના રાજ્યમાં વિરમપુરમાં ભગવાન વિમલનાથના જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy