________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ
૭૫૩ પિતાની જીભ બહાર કાઢી નહીં. ધરણેન્દ્ર તરત અદશ્ય થઈ ગયે. પં૦ મુક્તિસાગરગણિએ કહ્યું, “શાંતિદાસ ! તેં નાગની સાથે જીભ મેળવી હતી તે, ખરેખર, તે રાજા બનત, પણ તું ડરી ગયે. તેં જીભ મેળવી નહીં, તેથી હવે તું રાજમાન્ય જ બનીશ.”
(શેઠ શાંતિદાસનો રાસ) શાંતિદાસ ઝવેરી સુરતથી અમદાવાદ થઈ આગરા ગયે. ત્યાં સમ્રા અકબરે સં૦ ૧૬૬૧ માં આગરામાં બધા ઝવેરીઓને પિતાના દરબારમાં બોલાવ્યા હતા. શાંતિદાસ ઝવેરીએ સૌની વચ્ચે મેતીની પરીક્ષા કરી, વ્યાજબી કીંમત બતાવી. બાદશાહ ખુશ થયે. તેણે શાંતિદાસને મે માનસન્માન આપ્યું. એટલે શાંતિદાસ ઝવેરીને મેગલ દરબારમાં મોટી નામના મળી. “બાદશાહી ઝવેરી” તરીકેની પદવી મળી.
સમ્રાટુ અકબરની એક બેગમ એક વાર અમદાવાદ આવી. શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતરબરદાસ્ત કરી. બેગમે પ્રસન્ન થઈ તેને પિતાને ધમભાઈ બનાવ્યું. સમ્રાટુ જહાંગીર જ્યારે હિંદને બાદશાહ બન્યો ત્યારે તે શાંતિદાસ ઝવેરીને “મા” કહી બેલાવતે, બા, જહાંગીરે તેને અમદાવાદને નગરશેઠ બનાવ્યું. અને ગુજરાતને સૂબે પણ બનાવ્યો.
નગરશેઠ શાંતિદાસ સમજી ગયા કે, આ ગુરુદેવની કૃપાનું ફળ છે. તેણે પં. નેમિસાગરગણિ અને મુક્તિસાગરગણિને અમદાવાદ બેલાવી ભારે ઠાઠથી પધરાવ્યા. સાથોસાથ વિનંતિ કરી કે, “ગુરુદેવ ! આપની કૃપાથી મને સૂબાગીરી મળી છે. આ રાજ્ય તમારું છે, તે ગુરુદક્ષિણામાં સ્વીકારો અને મને ઋણમુકત કરે.”
પંન્યાસજીએ ઉત્તર વાળ્યા કે, “શેઠ! અમે માતાપિતા, ઘરબાર, માલ-મિલકત બધું છોડીને નીકળ્યા છીએ. પંચ મહાવ્રતધારી છીએ, તે અમે રાજ્યને શું કરીએ ? પરંતુ જે તમારે ખરેખર લાભ જ લે હોય તે, ગચ્છનાયક ભ૦ વિજયસેનસૂરિને અમદાવાદ પધરાવી, ભારે માન-સન્માનથી પ્રસન્ન કરી, તેમના હાથે બન્નેને ઉપાધ્યાયપદ અપાવે.”
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org