SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કરી કે, “ગુરુદેવ! આ સેવક પાસે ગુરુદેવની કૃપાથી ધન છે પણ અંતરાય કમને ઉદય છે કે અમારા પછી તેને ભેગવે અને દાનપુણ્ય કરે એ જીવ નથી.” એટલે અમને કેાઈ સંતાન નથી ગુરુદે કૃપા કરે તે આ અંતરાય કર્મ તૂટે અને આ શ્રાવકનું ઘર આબાદ બની રહે આથી પંન્યાસે એ સં. ૧૬૬૦ના ભેંયરામાં બેસી સર્વકાર્યસાધક ચિંતામણિમંત્રનો જાપ શરૂ કરી આરાધના કરવા માંડી, વિધિપૂર્વક બેલ, બકુલા, હોમ-આહુતિ આરતી સાથે જાપ કરવાથી તે મંત્ર છ મહિને સિદ્ધ થાય એ એને વિધિ હતે. પંન્યાસોએ શેઠ શાંતિદાસને જણાવ્યું કે, “તમે છ મહિના પૂરા થતાં બીજે દિવસે સવારે અહીં આવી હાજર રહેજે.” અમદાવાદના શેઠ સહસ્ત્રકિરણને પુત્ર શેઠ શાંતિદાસ ઝવેરી સુરતમાં વ્યાપાર માટે અવાર નવાર આવતે, તે ધર્મપ્રેમી હતો. તે જ્યાં જાય ત્યાં દેવદર્શન, ગુરૂદશન વગેરે વિધિ કર્યા પછી પિતાને ધંધે શરું કરતે. સુરતમાં આવે ત્યારે સવારે પં. નેમિસાગર. ગણિ વગેરેનાં દર્શને બરાબર આવતે. પંન્યાસેએ ઉપરને જાપ પૂરો કર્યો. છ મહિના પૂરા થયા. ત્યારે કુદરતે બન્યું એવું કે, બીજા દિવસે સવારે જ બ્રા....મુહૂર્તમાં અમદાવાદને શાંતિદાસ ઝવેરી પંન્યાસને વાંદવા આવ્યો. પં. સુતિસાગરગણુએ નામસામ્યથી તેને સૂરતને શેઠ શાંતિદાસ સમજ, ભાંયરામાં લઈ જઈ પોતાની સામે એક આસન ઉપર નિડગ બેસાડો. પંન્યાસજીએ તેને કહ્યું કે, “જે, ડરીશ નહીં, ખડોલ બેસી રહેજે, ધરણે નાગના રૂપમાં તારી સામે, તારા શરીરે ચડશે, જીભના લબકારા મારશે, ત્યારે તું તારી જીભ તે નાગની જીભ સાથે મેળવી દેજે. તે ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તને વરદાન આપશે, તને રાજ્ય મળશે, ધનને ભંડાર છલકાશે, તને યશ મળશે.” . - શાંતિદાસ ઝવેરી ગુરુકૃપા સમજી પંન્યાસજીની સામે બેસી ગયો. ને પંન્યાસજીએ જાપ શરૂ કર્યા. ધરણેન્દ્ર નાગરૂપે આવી ઊભે પણ શાંતિદાસને બીક લાગવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy