________________
૭૧૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શંકાનું નિવારણ કરતા અને ગોગ્ય સમાધાન કરતા.૧
(–આત્માનંદ પ્રકાશ, પુત્ર ૧૪, ૧૫, અંક ૩, ૪) શાસનરાગ
પૂ. મહોપાધ્યાય ધર્મસાગરજી ગણિવર વિક્રમની ૧૭મી સદીના અજોડ વિદ્વાન હતા, નિડર વક્તા હતા, તથા સમર્થ ગ્રંથકાર હતા. તેઓ તપાગચ્છને જ શુદ્ધ જૈન શાસન માનતા, તેઓ એ સમયના તપાગચ્છના નાયકે ભ૦ વિજયદાનસૂરિ, જટ ગુ. આ હીરવિજયસૂરિ અને ભર વિજયસેનસૂરિ વગેરેને પૂરા વફાદાર હતા, અને તે તે ગચ્છનાયકો પણ તેમની વિદ્વત્તાથી પ્રભાવિત હતા. સ્વભાવ
મહોપાધ્યાયજી માનતા કે, “સાચાને સાચો કહે અને પેટાને ઉખેડી નાખ.” તેઓ આ માન્યતાને વળગી રહેનારા હતા. જો કે આવા નગ્ન સત્યથી કદાચ લાભ થાય, પણ અનેકાંત દષ્ટિએ વિચારીએ તો એ લાભ લેશાનુબંધી પણ બની જાય.
ગચ્છમત સંઘર્ષ શાંતિના ઉપાયો
ફલસ્વરૂપ, સત્તરમી શતાબ્દીમાં તપગચ્છમાં મેટી અશાંતિ બની રહી, અને વિભિન્ન ગવાળાઓ સાથે અવાર નવાર અથડામણ ઊભી થઈ. જો કે ગચ્છનાયકે એ તે લેશને હઠાવવા, તથા બધા ગચ્છની એકતા જાળવવા શાંતિભર્યા વિવિધ ઉપાયે જ્યા.
શાનદીપક પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. આ જિનવિજયજી અને મોતીચંદ ગિરધર કાપડિયાએ આ બાબતે ઉપર વિવિધ રીતે પ્રકાશ પાડ્યો છે. તેના આધારે અહીં ડુંક વિચારીએ. તેને કે ઇતિહાસ આ પ્રકારે છે.
(૧) મહા ધર્મસાગરજી ગણિવરે વિ. સં. ૧૬૧૭માં ખરતરગચ્છના ઉપાધ્યાય ધનરાજગણિને “આ૦ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા નથી, આ અંગે ૨૧ પ્રમાણ પાઠે આપ્યા હતા.
૧. ગલા મહેતા માટે વિશેષ જુઓ (-પ્રક. ૫૯, મં, ગલરાજ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org