________________
G}
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
પ્રત્યે આવું વન ન કરે,' પણ તે એકના બે થયા નહીં. તેણે ગુરુવંદન, વ્યાખ્યાન, પાષાળમાં પ્રતિક્રમણ, તથા પૌષધ કરવાનું બંધ કર્યું. સંઘના ભાઈ એએ તેને ખૂબ સમજાવ્યે. મહેાપાધ્યાયજીના કહેવાથી ૫૦ વિમલસાગરગણિ તેને સમજાવવા ગયા. પણ તેણે કેાઈનું માન્યું નહીં, પયુંષણના સમયે ખરતર, પુનમિયા તથા લેાંકાગચ્છના ગૃહસ્થા શેઠ કલ્યાણમલને પેાતાની પાષાળે લઈ જવા સમજાવવા ગયા.
તેઓએ શેઠને જણાવ્યું કે, “ શેઠ ! મહેાપાધ્યાયજી આકરા છે, પણ તમે તે ધર્મપ્રેમી છે, રાગ-દ્વેષ રહિત છે. ‘ કલ્પસૂત્ર ’ તે સૌનું એક છે તે અમારા ઉપાશ્રયે પર્યુષણ કરવા પધારે, ” શેઠ કલ્યાણે તેમના ભાવ પરખી ઉત્તર વાળ્યા કે, “ ભાઈ! સાંભળેા, વાણિયા મહાજનથી રીસાય, પણ કઈ ઢેડની પંગતમાં જઈને ન બેસે. તમે સૌ ઉત્સૂત્રભાષી છે, તમારે ત્યાં ‘કલ્પસૂત્ર’ સાંભળવાથી મારા અનંત સંસાર વધે. મારે એવું કરવું નથી, આપ આવ્યા તે આવ્યા પણ હવે પછી મારી પાસે આવીને આ વાત કાઢશે નહીં.
77
ખમત ખામણાં
મહેાપાધ્યાયજીએ આ ઘટના સાંભળી ત્યારે નક્કી કર્યું કે, “ શેઠ કલ્યાણમલ ધર્માંમાં પણ વટના કટકા છે. ” ખરેખર, આ શ્રાવક શુદ્ધ સમ્યકત્વધારી છે, સાચા માના જાણકાર છે, તે મારે તેને ખમાવવા જ જોઈ એ. એમ ન કરું તે મને સંવત્સરી પ્રતિક્રમણ કરવું સૂઝે નહીં, મહાપાધ્યાયજી આમ ચિંતવી સંવત્સરીના દિવસે “ ચૈત્યપરિપાટી કર્યો પછી ” પ૰ વિમલસાગરને સાથે લઈ શેઠ કલ્યાણમલના ઘેર પધાર્યાં.
શેઠ ઘરના બીજા માળે એકાંતમાં પેાતાના કુટુંબ સાથે પેાષહ લઈ ને બેઠા હતા. તેની પત્ની અને ચાર પુત્ર પૌષધમાં હતા. એ વખતે મહેાપાધ્યાયજી આવી રહ્યા છે, એમ જાણી શેઠ કમાડ બધ કરી એસી ગયેા. મહાપાધ્યાયજી આવ્યા જાણીને પુત્રાએ કમાડ ખેાલ્યું તેઓએ મહેાપાધ્યાયજીને ખેાલાવી સામે બેસાડયા, શેઠે તેમને વાંધા નહીં, તેમની સામે પણ જોયું નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org