SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ વેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસરિ ૬૫ નેંધ : મરાઠીભાષામાં વસવપુરાણ બન્યું છે તેમાં આ સંહારલીલાનું વિગતવાર વર્ણન છે. શ્વેતામ્બર જૈન શ્રમણુસંઘે આ વિવિધ સંઘર્ષોની આંધીમાં સાવધાન બની, જાગતા રહી, એક બની, સેવાતત્પર–અટલ બની, મક્કમ રહી, કુનેહ વાપરી, ભગિરથ પ્રયાસ ખેડી, જૈનધર્મની જેનદર્શનની “સર્વતમુખીરક્ષા” કરી હતી. ૮ આ ધાર્મિક આંધીમાં દિગમ્બર જૈન શ્રમણ સંઘને મોટી હાની વેઠવી પડી હતી. તે દિગમ્બરી પરિસ્થિતિમાં જૈનધર્મની અને તેના વિવિધ અંગેની રક્ષા કરે, તે તે અશક્ય જ હતું. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે “દિગમ્બર આચાર્યોએ આંધીમાં બીજા લાભને ગૌણ કરીને પણ, દિગમ્બરત્વ (નગ્નતા)ની પરંપરાને બરાબર ટકાવી રાખી હતી. ઈતિહાસ કહે છે કે આ આંધીના કાલમાં ઘણું દિગમ્બર મુનિવરે વિદ્વાન, સંયમપ્રેમી ધર્મરંગી, અને શાસનસેવાની તમન્નાવાલા હતા. પણ તે દિગમ્બરપણુમાં રહેલી કમજોરીને જાણતા હતા, સાથો સાથ વેતામ્બર શ્રમણસંધમાં આંધીના વિકટ સમયે પણ ધર્મરક્ષાની તત્પરતા, કાર્ય કરવાની ક્ષમતા, અને સેવાને સફળ બનાવવાની અનુકુળતા બની રહી તે પણ જાણતા હતા. આથી કઈ કઈ દિગમ્બર મુનિવરે જુદા જુદા સમયમાં શાસનસેવાની સફલતા સાટે . શ્રમણ સંઘમાં આવી ભળી ગયા, અને તેઓ શાસનસેવાના કામમાં જોડાઈ પ્રભાવક બન્યા. પિતાની જ્ઞાન, ત૫, સંયમશક્તિને સર્વાશે ફેરવી, જૈનધર્મની પ્રભાવના કરી, પ્રભાવક બન્યા હતા. તેમાંના કેઈ કેઈનાં નામ આ પ્રમાણે જાણવા મળે છે. (૧) વનવાસી ગચ્છના સ્થાપક આ૦ સમંતભદ્રસૂરિ (પ્રક૦ ૧૬, પૃ. ૩૪૪ થી ૩૪૭) (૨) વાયડગચ્છના આ જીવદેવસૂરિ (પ્રક. ૩૪ પૃ૦ પદ) (૩) રાજગચ્છના આ૦ પ્રધુમ્નસૂરિના શિષ્ય (પ્રક. ૩૫ પૃ. ૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy