SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ છે, આચાર્ય પદને સર્વથા યોગ્ય છે. આવા મેટા વિદ્વાન અને મુખ્ય શિષ્ય છે. છતાં, ગુરુદેવે તમને આચાર્ય બનાવ્યા નહીં, તે ઠીક કર્યું નથી. મારી મનેભાવના છે કે–તમે આચાર્ય બની પિતાને ન મત સ્થાપે હું તમારે શ્રાવક બનીશ. બ્રહ્મર્ષિએ આ સાંભળી સં. ૧૬૦૨ વિ. . ૩ ને સોમવારે અમદાવાદ પાસે હેબતપુરામાં કે-બુરહાનપુરામાં પાયચંદ મતમાંથી બ્રહ્મષિ મત ચલાવ્યું. બ્રહ્મર્ષિએ પિતાના મતમાં ચૌદશના બદલે પુનમની પાખી સ્થાપિત કરી. મહેતે આણંદી આ ગચ્છભેદ કરાવી, કડુઆમતમાં ફરી ભળી ગયે. બ્રહ્મષિ મત બાબત વિશેષ કંઈ જાણવા મળતું નથી. બ્રહ્મર્ષિએ વિ. સં. ૧૬૧૨ આ૦ સુ. ૭ ને રોજ “નાગિલ સુમતિ ચોપાઈ” દેહરા ચે. ૮૧૦ બનાવી છે. તેણે તેમાં શિથિલાચાર ઉપર કડક કલમ ચલાવી છે. ચર્ચા–તેમણે આ ચોપાઈમાં ગણધર ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભ૦ મહાવીર સ્વામી મુખે સુમતિ અને નાગિલનું કહિપત ચરિત્ર વર્ણવી, તેમાં સંયત, અસંયત, સુગચ્છ, કુગચ્છ, તથા સુગુરુ અને કુગુરુની ચર્ચા કરી છે. સંભવ છે કે–આ ચેપાઈ ગ્રંથના આધારે બહુ વડાએલી સુમતિચંદ્રની પુસ્તિકા (નેવેલી) બની હોય. પર્વતિથિ વિચાર આ ગ્રંથથી જાણવા મળે છે કે–સં. ૧૬૧૨માં જેનેના વિવિધ ગચ્છમાં પર્વતિથિ માટે વિવિધ માન્યતા હતી. તે આ પ્રમાણે. પડિકમણે પણ ખેતર ઘણાં, વર્ષ જીજુઓ ગ૭ ગચ્છતણે ૫૬૨ ઉદયિકતિથિ ત્યે છે કેઈ એક, ગણિતને કેઈ કરે વિવેક, ક્રિયાકલે કઈ થાપે પર્વ, ભિન્ન ભિન્ન આચરણ સર્વ પ૬૩ બહુ તિથિ સાઠ ઘડી એક કરે, એક ઉગરતિ તિથિ આચરે ઘટે તે વિજ તેરશ સહે, પંચમિ પૂનમ પણ કંઈ કરે ૫૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy