________________
પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ - ૬૩૩ મેટી લહાણું
ભણશાલી દેવાએ સં. ૧૬૭૫ ના પિતાના ભત્રિજા ભણશાલી પંચાયણના શત્રુંજય તીર્થની યાત્રા સંઘમાંથી આવ્યા પછી અમદાવાદમાં બધા ગચ્છમાં “નવકાર” મંત્ર ગણનારાઓને ૧ જામી અને ૧ મોદકની લહાણી કરી. કડવામતના સૌ જૈનોને એકેક ગદિયાણું ભાર સેનાનાં વેલિયાં આપ્યાં હતાં, તેણે આ પ્રમાણે મોટી પ્રભાવના કરી હતી. ગ્રંથ
શા, તેજપાલે સં૦ ૧૬૭૬નાં ચોમાસામાં ખંભાતમાં “ભ૦ મહાવીરસ્વામીનાં પાંચ સ્તવન” અને “ભગવતી સાધુવંદના રાસ” બનાવ્યાં. ગચ્છસંઘર્ષ–
થરાદમાં કડુઆમતનાં ઘર ૭૦૦ અને તપાગચ્છનાં ઘર માત્ર ૧૩ હતાં, પણ એ બધામાં સંપ પ્રવર્તતે હતો. બધાએ કડવામતના જિનાલયમાં દર્શન, પૂજા કરતા હતા. કડુઆમતની માન્યતા હતી કે, “શ્રાવક રંગમંડપમાં બેસે ત્યારે પાઘડી ઉતારીને જ બેસે, અને પાઘડી ન ઉતારે તે નીચે બેસી જાય.” પરંતુ થરાદના તપગચ્છીય હરજી ગાંધીને ભત્રીજો નાનજી ગાંધી સં૦ ૧૬૭૯ માં પાઘડી બાંધી, રંગમંડપમાં બેઠે. આ નિમિત્તે ઝગડો થયે. હરજી ગાંધીએ રાધનપુર લખી જણાવ્યું કે, “અહીં કડુઆમતનાં ઘર ઘણું છે અને તપાગચ્છનાં ઘર ઓછાં છે, તેથી તેઓ અમને દબાવે છે, તે તમે અમને મદદ કરે.” રાધનપુરમાં તપાગચ્છના ઉપાશ્રયમાં સૌ સંઘની હાજરીમાં સં૦ ૧૬૭૯ ના ભા. સુ. ૨ ના તેલાધરના દિવસે આ પત્ર વંચાય. રાધનપુરના તપાગચ્છના યુવાને આવેશમાં આવી રાધનપુરને કડુઆમતને ઉપાશ્રય તેડી નાખે, પરિણામે ઝગડે વળે. કઠુઆમત વાળા અજમેરમાં બાદશાહ સલીમ પાસે ફરિયાદે ગયા. ત્યારે અજમેરમાં બાદશાહ સલીમ પર અમદાવાદના કડુઆમતના ભ૦ દેવાને મોટો પુત્ર ભણશાણું ખીમજી અને તપાગચ્છના શેઠ શાંતિદાસ
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org