________________
પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૨૧ ગૃહસ્થવેશમાં બ્રહ્મચારી રહી, દેશવિરતિધારી, “સંવરી” ગૃહસ્થ બની રહી, સં. ૧૫૬૨માં “કડુઆત ચલાવ્યો. એકવીશ બોલ
કડુઆ શાહે પિતાના મતની પ્રરૂપણના ૨૧ બેલ નક્કી કર્યા, જેમાં નીચે મુજબ પ્રરૂપણ કરી.
૧. ૪૫ આગમે તથા તેને અનુસરતી પંચાગીને પ્રમાણ માનવી.
૨. જિનપ્રતિમા, સ્થાપના નિક્ષેપે આગમ પ્રમાણ છે. ૩. સ્ત્રીઓ જિનપૂજા કરે, પૌષધ કરે. ૪. જિન પ્રતિષ્ઠા યતિ નહીં, પણ શ્રાવક કરે. પ. દેવવંદનમાં ત્રણ થાય (સ્તુતિ) કહેવી.
૬. આ કાળમાં સાધુપણુ નથી તેથી જે સાધુ-સાવી છે તે ખોટા છે.
સાચા સાધુ અને યુગપ્રધાનો ઉત્તર ભરતાર્ધમાં અષ્ટાપદ તીર્થ પાસે “અયોધ્યા” તરફ વિચરે છે.
૭. ધર્મ સાધવે હોય તે શ્રાવક બની રહી સંવરીપણે રહેવું લાભકારક છે.
૮. શ્રાવક સામાયિક ફરી ફરી કરે, પ્રતિક્રમણ કરે.
૯ શ્રાવક મુહપત્તિ તથા ચરવળ રાખે. ૧૦. સામાયિક લેતાં સામાયિક લઈને પછી ઈરિયાવહી કરવી. ૧૧. સંવરી શ્રાવક ગૃહસ્થના કપડામાં રહે, પાઘડી પહેરે, આભૂષણ પહેરે.
૧૨. સંવરી શ્રાવક ગૃહસ્થના કપડામાં રહે, બ્રહ્મચારી રહે, તેને શીલ પાળવાનું હોય છે.
૧૩. સંવરી શ્રાવક કંચન-કામીનીને છેડે, ઘરબાર છોડે, (સાવાકામ છેડે) ૧૦૧ બેલ પાળે.
પુરુષને શીલ પાળવાના ૧૦૪ બેલ છે. સ્ત્રીઓને શીલ પાળવાના ૧૧૩ બેલ છે. શીલવાળા સ્ત્રી-પુરુષ તે તે બેલને પાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org