________________
૧૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ આવે કે–પાળ તૂટી જાય. છેવટે રાણુએ ત્યાં અતૂટ પાળ બનાવવા માટે, વીરદયાલશાહની પત્ની પાટમને જણાવ્યું કે “તું ઉદેપુરના નગરશેઠની કન્યા છે. તે ઉદેપુરની જ રાજકન્યા છે “ધર્માત્મા છે. સતી છે, તું તારા હાથે આ પાળને પાયે નાખ, શિલા સ્થાપન કર, કે પાલી અતૂટ બની રહે.” પાટમદેએ રાણુની આજ્ઞાથી તળાવની પાળને પાયે નાખ્યો. પાળ મજબુત અને ટકાઉ બની. જે ચોમાસામાં પાણીના ધસારાથી પણ તુટી નહી. - આ પછી રાણા રાજસિંહે પાટદેવીની માંગણીથી તેના ઉપર પ્રસન્ન થઈ કિલ્લાના જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપી.
વીર દયાલશાહે રાણા રાજસિંહ (રાયસિંહ) ના રાજ્યમાં વિ. સં. ૧૭૩૨ વૈ૦ સુત્ર ૭ પુષ્ય નક્ષત્ર અમૃતસિદ્ધિ યુગમાં
શ્વેતામ્બર વિજયગચ્છના ભટ્ટારક વિનયસાગરસૂરિના હાથે આ કિલા ઉપર “ચૌમુખ જિન પ્રાસાદની પ્રતિષ્ઠા,” રાજસાગર તળાવના કિનારે ભ૦ આદીશ્વર વગેરે ઘણી જિન પ્રતિમાઓની અંજનશલાકા, અને ચૌમુખ જિનપ્રાસાદમાં મૂળનાયક ભ૦ આદીશ્વરની પ્રતિમા વગેરેની સ્થાપના, વગેરે કરાવ્યાં. - આ પ્રતિષ્ઠા ઉત્સવમાં સરકગ૭ના ભટ્ટારક દેવમુંદરસૂરિ વગેરે ઘણા શ્રીપૂજે યતિઓ હાજર હતા.
આ જિનપ્રાસાદ અજેય “રાજવી કિલ્લા જે” લાગે છે. આ સ્થાન દયાલગઢ કે દયાલ શાહના કિલ્લા તરીકે વિખ્યાત છે. આ સ્થાન જેનયાત્રાનું ધામ છે. સૌ જૈન યાત્રિકે મેવાડની યાત્રા કરે ત્યારે દયાલ શાહના કિલ્લાની પણ યાત્રા કરે છે. પહાડની નીચે તળાટીમાં વિશાળ જૈન વેધર્મશાળા છે.
(જેન સત્યપ્રકાશ ક્રમાંક-૧૦ પૃ૦ ૩૧૮ થી ૩૧૯, ક્ષેમસિંહ મેહ રઠેડને સવાલ કેમને ઇતિહાસ પૃ૦ ૧૯૩ થી ૨૦૭ જૈન ઇતિ પ્રક૪૪, પૃ. ૩૮ થી ૪૦, પ્રક. ૫૮, ૧૯, નગરશેઠ શિશેદિયાવંશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org