________________
પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ એમદેવસૂરિ ૬ ૦૯
૬. ઋષિ વિજયજી–તેનું બીજું નામ ઋષિ વીજી પણ મળે છે. તે ત્રષિ ભૂતાજીને ચેલે હતો. તે બહુ ક્રિયા કરતે હતે. તપસ્વી હતો. તડકામાં બેસી આતાપના લેતે હતું. તેણે ગુજરાતની બહાર જ્યાં સાધુઓને વિહાર અ૯પ હોય, તે પ્રદેશમાં એટલે મેવાડ અને મેવાતમાં વિહાર કર્યો. ત્યાં પણ તે આતાપના લેતે હતે.
ત્યાંના જેને તેના ભક્ત બન્યા. એટલે તેણે સં. ૧૫૭૦માં ત્યાં લંકામતની કેટલીક માન્યતાઓમાં ફેરફાર કરી, પૂનમિયા અને આગમિકેને મળતું ન “બીજા મત સ્થાપિત કર્યો.
તેણે આ પ્રમાણે પ્રરૂપણ કરી. પ્રરૂપણ
૧. પૂનમે પાખી કરવી. ૨. પૂનમે માસી કરવી. ૩. ભાદરવા સુદિ ૫ ના રોજ સંવત્સરી કરવી. ૪ તીર્થકર દેના ચારે નિક્ષેપ માનવા. એટલે “જિન પ્રતિમા ” જૈનતીર્થો માનવાં. પ. દેવવંદનમાં ચાર થઈ હોય છે, તે પૈકીની ચોથી થઈ બોલવી નહીં, અને ૬. મૃતદેવી વગેરે દેવ-દેવીઓની સ્તુતિ બેલવી નહીં.
(–મહા ધર્મસાગર ગણિકૃત, “પ્રવચન
પરીક્ષા વિશ્રામ ૧૦, ગા. ૧ થી ૧૨) આ ન ગચ્છ બીજ મત તરીકે પ્રસિદ્ધ થયે. તે પૂનમિયાગછ કે મલધારી ગછમાંથી નીકળ્યો હોય, એમ મનાય છે.
બીજામતનું બીજું નામ “વિજયમત” પણ મળે છે. આ મત જિનપ્રતિમા, જૈન તીર્થો, તથા પંચાંગી સહિત સર્વ જિનામે અને તેમાં બતાવેલા માર્ગને સ્વીકાર કરતું હતું. તેને વેશ લેંકાગચ્છના યતિના વેશ જે હતું. આ મતમાં દંડ (દાંડે) રાખવાની પણ વિશેષ આજ્ઞા હતી.
૭. ઋ૦ ધર્મદાસજી, ૮. ઋ૦ ખેમસાગરજી, ૯. ૪૦ પદ્મસાગરજી. ૧૦. ૪૦ ગુણસાગરજી-તેમણે સં. ૧૬૭૬ માં “ઢાલસાગરરાસ” બનાવ્યા.
ઋ૦ ગુણસાગરજીના શિષ્ય ત્ર- હેમસાગરજીએ સં. ૧૭૦૦માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org