________________
શુમાલીસમું | તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧ માં આચાર્ય બન્યા હતા, પરંતુ નોંધપાત્ર બીના એ છે કે, ઉ૦ દેવભદ્રગણિ તે (૧) આ૦ જગજીંદ્રસૂરિ, (૨) આ૦ દેવેન્દ્રસૂરિ અને (૩) આ. વિજયચંદ્ર એ સૌને ઉપાધ્યાય હતા, અને આ વિજયચંદ્રસૂરિ બીજા આચાર્ય પાસે આચાર્ય થયા, છતાં આ દેવેન્દ્રસૂરિ વગેરે સૌ સાથે જ રહેતા હતા. આ બધાએ સાથે રહીને વરહડિયા વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી હતી.
એ પણ ઉલ્લેખ મળે છે કે, પૂજ્ય આ દેવેન્દ્રસૂરિ આ૦ વિજયચંદ્રસૂરિ અને ઉ૦ દેવેન્દ્રગણિ વગેરે સં૦ ૧૩૦૧ ના ફાગણ વદિ ૧૩ ને શનિવારે પાલનપુરમાં હતા. ત્યારે વરહડિયા સાવ આસદેવે વીજાપુરમાં ૩પારસૂત્રવૃત્તિ, ગ્રં ૧૧૨૮ લખાવી.
આ જગચંદ્રસૂરિ સં. ૧૨૫ માં સ્વર્ગે ગયા. તે પછી આ દેવેન્દ્રસૂરિ ગચ્છના નાયક બન્યા.
આ દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ એ સૌ સં. ૧૩૦૨ માં વિજાપુરમાં હતા. ત્યારે તેમણે શેઠ જિનચંદ્ર વરહડિયા પલ્લીવાલના પુત્રો વિરધવલ અને ભીમદેવને દીક્ષા આપી હતી.
વળી ગ્રંથપ્રશસ્તિને ઉલ્લેખ મળે છે કે આ દેવેન્દ્રસૂરિ, આ વિજયચંદ્રસૂરિ સં૦ ૧૩૦૬ માં મહુવા પધાર્યા ત્યારે ત્યાંના સંઘે તેઓના ઉપદેશથી સરસ્વતીચંથભંડાર બનાવ્યો.
આ બધા ઉલેખથી તારવી શકાય છે કે, આ૦ દેવેન્દ્રસૂરિ, આ૦ વિજયચંદ્રસૂરિ એ સૌ સં ૧૩૦૬ સુધી સાથે હતા. દેવેંદ્રસૂરિ ગચ્છના નાયક હતા. તે પછી આ દેવેંદ્રસૂરિ સં ૧૩૦૭ માં થરાદ પધાર્યા પછી વિહાર કરી માળવા પધાર્યા. અને લગભગ ૧૨ વર્ષ સુધી ત્યાં વિર્યા.
ઉ૦ દેવભદ્રગણિ વૃદ્ધ હતા, તે પણ કાળધર્મ પામી સ્વર્ગે ગયા.
આ. વિજયચંદ્રસૂરિ ૧૨ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા અસલમાં તે મહામાત્ય વસ્તુપાલના મુનિમ હતા તેથી તેમને શરૂઆતથી
૧. આ. જયરત્નસરિ ઉ૦ દેવભદ્ર ગણિને આચાર્ય તરીકે લખે છે. (-જુએ પ્રક. ૪૪, પૃ. ૪, તથા વૃદ્ધતપગચ્છ પટ્ટાવલિ ભ૦ નં. ૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org