________________
પ૯૯
પૂનમું ] ભત્ર લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ પ૯ લીધી. ગુરુએ તેનું નામ રાખ્યું ઋષિ લવજી તે બે વર્ષ પછી પૂજ વરજાંગજીને ૭૫ બેલે જણાવી, તેમનાથી તે છૂટો પડ્યો.
૧. ઋષિ લવજી, ૨. ઋષિ ભણજી, અને ૩. ઋષિ સરવણુજી એ ત્રણે યતિ સૂરતથી વિહાર કરી, ખંભાત ગયા. ત્યાં કપાસિયાના વેપારી શેઠની દુકાને ઊતર્યા. તેને ઉપદેશ આપી, ભક્ત બનાવ્યું. અને “નવો પંથ ચલાવવા” તેની મદદ માગી. તેણે દરેક પ્રકારે મદદ આપવાનું વચન આપ્યું. આથી ત્રણે ઋષિઓ જંગલમાં ગયા. * તેઓએ ત્યાં ફરીવાર “પાંચ મહાવ્રત ઉચ્ચરી” નવેસરથી દીક્ષા લીધી. આ રીતે સં. ૧૯૯૨માં તેઓએ ખંભાતના જંગલમાં ન પંથ ચલા.
સંભવ છે કે, તેઓએ જ સ્થાપના નિક્ષેપે ઉડાવી, મુખે પટ્ટી બાંધી, નવે વેશ બનાવ્યું હોય. તેઓ દુઢિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. | ઋષિ લવજી સ્વામીની વ્યાખ્યાન કળા ખીલેલી હતી, આથી ઘણું ભાઈબહેને આકર્ષાયા, તેનું વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. • શેઠ વીરછ હાપા વહોરાને સૂરતમાં ખબર મળ્યા કે, ઋષિ લવજીએ નો પંથ કાડ્યો છે. આથી શેઠને દુઃખ થયું અને તેણે ખંભાતના સૂબાને પત્ર લખી ઋષિ લવજી ઉપર સખ્તાઈ કરવા જણાવ્યું.
સૂબાએ તે શેઠના પત્રથી ઋષિ લવજીને પકડાવી કેદમાં પુરાવ્યા અને સુબાએ પછી “પિતાની બીબીના કહેવાથી તેને છોડી દીધા.
ઋષિ લવજી ત્યાંથી નીકળી અમદાવાદ ગયા. આ સમયે બાલાપુરની લંકાગચ્છની ગાદીવાળા ૧૪મા શ્રી પૂજ પિશિવજીસ્વામીના શિષ્ય ૧૫મા ઋષિ ધર્મચંદ્રજીના શિષ્ય યતિ ધર્મદાસજી અમદાવાદમાં હતા તેમણે પણ ત્યાં મેંએ મુહપત્તિ બાંધી ઢંઢિયા મત ચલાવ્યો હતે.
ઋષિ લવજી અને ઋષિ ધર્મદાસજી બંને અમદાવાદમાં મળ્યા. તે બંને સંવેગી બનવા ઉત્સુક હતા.
ઋષિ લવજી તેમની સાથે ઘણી વાતચીત કરી, અમદાવાદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org