________________
૫૮૪
જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩ [[ પ્રકરણ ૧૫, અંક: ૭, ક. ૧૭૦, પૃ. ૯ થી ૫૦માં” અને “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે પુસ્તકમાં, લંકાશાહ અને ભેંકાગચ્છ અંગે મનનીય પ્રકાશ પાડે છે. તે આ પ્રમાણે
સ્થાનકવાસી લેખકે એ–ોંકાશાહ સંબંધી હાલમાં ચેડા વખતથી પિતાની મનઘડંત બેટી વાત ફેલાવી છે. (પૃ. ૯)
(૧) સ્થાનકવાસી મુનિ જેઠમલજીએ “સમકિતસારમાં, (૨) શ્રી અલખ ઋષિએ “શાસ્ત્રોદ્ધારમીમાંસામાં, (૩)
વાવ શાહે ઐતિહાસિક નેધ”માં, (૪) મુનિ મણિલાલજીએ “પ્રભુવીર પટ્ટાવલી” માં, (૫) સંતબાલજીએ “ધર્મપ્રાણુ લોકાશાહ પુસ્તક”માં ફક્ત કિવદંતીઓ ઉપરથી “કલ્પિત વાત લખી છે. અને તેમાં “એક બીજાથી તદ્દન વિરુદ્ધ એવી વાતો” લખાઈ છે.
(–. ૧૦, મૂળ જે. ધ. પૃ. ૩૪૨) મુનિ શ્રી જેઠમલજીએ સં. ૧૮૬પમાં “સમકિતસાર” પુસ્તક લખ્યું. તેમાં તેમણે પહેલ વહેલ લોકાશાહના નામનો ઉલ્લેખ કર્યો.
(–પ્ર. ૧૧, મૂળ જે ધ૦ પૃ. ૩૪૩) ત્યાં સુધી તે સ્થાનકવાસીઓ અને લોકાગચ્છીઓ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. લંકાગચ્છના યતિઓથી મુનિ શ્રી ધર્મસિંહજી તથા મુનિ શ્રી લવજી ઋષિ છૂટા પડ્યા હતા. પણ દુશ્મનાવટને લીધે તેઓ લંકાશાહના અનુયાયી કહેવરાવવાને ઇચ્છતા નહતા, પરંતુ “વિ. સં. ૧૬૮૫(૧૮૭૮)માં મુનિ શ્રી જેઠમલજીને સંવેગી મુનિ કવિ પંશ્રી વીરવિજયજી ગણિ સાથે શાસ્ત્રાર્થ થયેલ. ત્યારે શ્રી ધર્મ સિંહજી મુનિ તથા લવજી ઋષિના ઈતિહાસથી તેમનું કામ સરળ થયું નહીં, આથી તેમને મૂર્તિપૂજાના વિરોધમાં લેકશાહને યાદ કરવા પડ્યા.” તેથી જ તેમણે “સમકિતસાર” પુસ્તકમાં કાશાહ માટે લખ્યું છે.
(પૃ. ૧૧) ઉપર જણાવેલા પાંચેય સ્થાનકવાસી લેખકોની એક જ દલીલ છે કે XXX પણ તેઓનો આ બચાવ એ સ્થાનકવાસી સમાજને ભેળવવા માટે માત્ર એક ભયંકર જુઠ્ઠાણું જ છે. (–પૃ. ૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org