________________
૫૭૮
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગ્રંથના મુખ્ય ભાગોનાં નામ “લહરી” અને તેના નાના વિભાગનાં નામ “તરંગ” રાખ્યાં છે, પ્રત્યેક વિભાગમાં બે ત્રણ તરંગે ગોઠવ્યા છે, તેનું અંતરંગ આ પ્રમાણે છે.
તેમણે બીજી લહરીના પહેલા તરંગમાં ૬૪ ઇદ્રોની નામાવલીમાં યક્ષજાતિના ઈંદ્ર તરીકે પૂર્ણભદ્રવીર અને માણિભદ્રવીરને બતાવ્યા છે. (પૃ. ૧૨૦) ત્રીજી લહરીના પહેલા તરંગમાં જ્ઞાનાચાર, નવતત્વ, નવ નિહવ, ૬૭ સમકિત ભેદે તથા ૭૧ મિથ્યાત્વ ભેદનું બીજા તરંગમાં દર્શનાચાર, ત્રીજામાં ચારિત્રાચાર, અને ચેથા તરંગમાં સર્વવિરતિધર્મ (૩૩ આશાતના વજન સુધી)ના વિવિધ ભેદનું વિશદ વિવરણ કર્યું છે. એની ભાષા પ્રૌઢ છે. “કાદંબરી'ની શૈલીમાં વસ્તુનિરૂપણ છે. ગ્રંથ ઉત્તમ કટિને છે. આ ગ્રંથ મહા માનવિજય. જીગણિના “ધર્મસંગ્રહ”ની જેમ જૈન સમાજમાં પ્રતિષ્ઠા પામે એ છે, પરંતુ ગ્રંથકાર એક નવીન પક્ષના પ્રભાવક છે. તેથી આ ગ્રંથ જેન સંઘમાં આદર પામ્યું નથી, ગ્રંથકારે દરેક તરંગની અંતે આ પ્રકારે લઘુ પ્રશસ્તિ આપી છે–
इति श्रीमत्तपागच्छालंकारहार भट्टारकचय कोटीर श्रीसोमजयसूरीश्वर शिष्य शिरोमणि श्री इन्द्रनन्दिसूरिराज विनेयाणुना सिद्धान्तसार संकलिते श्री दर्शनरत्नरत्नाकर ग्रन्थे, श्रीमदनुगमापरपर्याये कुलकर कुलोत्पत्ति प्रभृति पञ्चमावबोध प्राप्त्यन्त श्री ऋषभजिनत्रयोदश भवचरितोपनिषदाख्यायां द्वितीयलहरू छामस्थ्यकेवलोत्पत्तिवर्णननामा संपूर्णस्तृतीयस्तरङ्ग स्तत्समाप्तौ च समाप्तेयं द्वितीयलहरी कुलकर कुलोत्पत्ति प्रभृति पंचमावबोधप्राप्त्यन्तश्रीऋषभजिनत्रयोदशभवचरितोपनिषदाख्या (पूर्तिमगात् तरङ्गत्रयात्मिकेयं द्वितीयलहरी इति प्रथमो भागः ।
(પૃ૧૫) ૧. દર્શનરનાકર ભા. ૧, ૨, પ્રકાશક: જૈન સાહિત્યવર્ધકસભા, અમદાવાદ: પ્રાપ્તિસ્થાનઃ મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત, સંપાદકઃ મુનિ શ્રી નિપુણમુનિ અને ભક્તિમુનિ –ભા. ૧, સં. ૨૦૧૦, કિંમત : ૮-૦૦; ભા૦ ૨, સં. ૨૦૧૩, કિંમત : ૮-૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org