SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બોધ.” વગેરે ગ્રંથ રચ્યા. હતા. તેઓ પ્રાચીન ગદ્ય ગુજરાતી ભાષાના આદ્ય પુરસ્કર્તા હતા. (–કિયારત્ન સમુચ્ચય ગુરુપર્વક્રમ સં. ૧૪૬૬ ગુર્નાવલી, સં. ૧૪૬૬, સેમસૌભાગ્ય કાવ્ય સં. ૧૫૨૪, ગુગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧, તપાગચ્છપટ્ટાવળી સં૦ ૧૬૪૮,) આ૦ સેમસુંદરસૂરિ લોકપ્રિય હતા, તેમ સર્વ ગચ્છપ્રિય પણ હતા બીજા ગ૭વાળા તેમની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવતા. તેમણે કચ્છનાં બારી ગામમાં વિરોધી ગ૭વાળાએ ઈર્ષ્યાથી મોકલાવેલા “મારાને” શાંત બનાવી, દીક્ષા આપી, પિતાને શિષ્ય બનાવ્યું. ગ્રંથભંડાર માંડવગઢના સોની સંગ્રામસિંહે સં૦ ૧૪૭૦ માં આચાર્યશ્રીને માંડવગઢમાં પધરાવી, જેમાસુ કરાવ્યું. અને ભગવતી– સૂત્રનું વ્યાખ્યાન કરાવ્યું. સોની સંગામે ગહુંલીમાં “ગેયમા” શબ્દ દીઠ એકેક સોનામહેર મૂકી, એમ ૩૬૦૦૦ સેનામહેર ચડાવી. તેની માતાએ “ગાયમા” શબ્દ દીઠ અધી એમ ૧૮૦૦૦ અને તેની પત્નીએ પા, એમ ૯૦૦૦ સેનામહોર ચડાવી. એમ તેઓએ કુલ ૬૩૦૦૦ સેનામહોરે “ભગવતીસૂત્રને ચડાવી. સંગ્રામ સોનીએ સં. ૧૪૭૧માં આ દ્રવ્ય ખરચીને સોનેરી તેમજ રૂપેરી શાહીથી ચિત્રવાળી કલપસૂત્રની પ્રતિ, તેમજ “કાલિકાચાર્યકથા” લખાવી. અને સાથેના સે સાધુઓને તેની પ્રતિઓ વહેરાવી. (–પ્રક૪૫ પૃ. ૩૦૩ થી ૩૩૭) આચાર્યશ્રીના ઉપદેશથી શા મેઘજી ઓસવાલે પાવાગઢમાં ભ. સંભવનાથના દેરાસરમાં ૮ દેરીઓ બંધાવી, સેપારામાં જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું, સુલતાનપુરમાં ઉપાશ્રય બંધાવ્યું અને ૨૪ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી, મહાકાંઠામાં ૨૪ વાર ૧. આ૦ સેમસુંદરસૂરિએ ષષ્ટિશતકની ટીકા રચી. (વિવિધગછીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૧૨૩) આ૦ સેમસુંદરસૂરિના શિષ્યોએ રચેલું નવગ્રહ પાર્શ્વનાથ સ્તોત્ર શ્લ૦ ૧૦ સાવચૂરિક અને આબુ તથા જીરાવલા તીર્થોનાં ક્રમશઃ ભ ઋષભદેવ ભ૦ નેમિનાથ અને ભવ પાર્શ્વનાથનું ત્રિઅથ સ્તવન– ક્ષેત્ર ૫, સાવચૂરિક મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy