________________
સુડતાલીસમું ] આ૦ સેમપ્રભસૂરિ
૪૧૭ આ નેધ ઉપરથી તારવી શકાય છે કે, વિકમની ચૌદમી શતાબ્દીમાં કયા કયા સ્થળે જેને હતા. આજે આ સ્થળેમાંના ઘણાં : ગામ નગરમાં જૈનવસતી નથી, જિનાલયે નથી.
આ નેંધ ઉપરથી આ સમપ્રભસૂરિના “વિશાળ વિહારક્ષેત્રને ” પણ ખ્યાલ આવે છે. તીર્થોદ્ધાર–
સં૦ સમરા શાહે સં. ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને ૧૫ મે ઉદ્ધાર કરાવ્યું, ત્યારે આ સમપ્રભસૂરિ સપરિવાર ત્યાં પધાર્યા હતા.
(–પ્રક. ૩૫, પૃ૦ ૧૯૫, પ્રક૭૪૭, પૃ. ૪૨૩) ભીલડીમાં દિવ્યજ્ઞાન
આ સમયે ભીલડી મોટું શહેર હતું. તેમાં મોટી સંખ્યામાં ધનાઢય જેને વસતા હતા. ત્યાં વિવિધ ગચ્છના આચાર્યો ચાતુર્માસ ગાળવા રહેતા.
ઇતિહાસ કહે છે કે–સં. ૧૩પર માં ભીલડીમાં આ૦ સેમપ્રભસૂરિ વગેરે ૧૧ જૈનાચાર્યો માસુ રહ્યા હતા. સં. ૧૩૫૩ ની સાલમાં બે કાર્તિક મહિના હતા, પિષ મહિનાને ક્ષય હતો. અને ચિત્ર કે ફાગણ મહિના પણ બે હતા.
આ સોમપ્રભસૂરિએ એક રાતે આકાશમાં જોયું અને ગ્રહોની ચાલ તેમજ બીજા નિમિત્તોથી જાણી લીધું કે, “ભીલડિયા નગરને થોડા દિવસોમાં જ વિનાશ થશે,” આથી અહીં રહેવું સલામતી ભર્યું નથી. આચાર્યશ્રીએ આ પ્રમાણે વિચારીને બીજા ૧૧ ગચ્છનાયકેની નામરજી હોવા છતાં, સં૦ ૧૩૫૩ ના પહેલા કાર્તિક મહિ નાની સુદિ ૧૪ ના દિવસે મારી પ્રતિક્રમણ કરી, પહેલા કાતિક શુદિ ૧૫ ના રોજ ભીલડિયાથી વિહાર કર્યો. બીજા સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી નીકળી ગયાં, અને ત્યાંના રહેવાસી જેને પણ ઉછાળો ભરી એક સ્થળે જઈ વસ્યા. તે સ્થાને રાધનપુર નગર વસ્યું. બીજા ૧૧ ગચ્છનાયકે ભીલડિયામાં જ રહ્યા હતા. તેઓ બીજા કાર્તિક શુદિ ૧૫ ના રોજ વિહાર કરવાના હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org