________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ દ્વારપ્રબંધમાં સં૦ ૧૩૭૧ માં શત્રુંજયતીર્થના સંઘમાં સં. ૧૩૭૧ માં માહ સુદ ૫ ના દિવસે તીર્થના જીર્ણોદ્ધાર ઉત્સવમાં “વડગઅચ્છના આ ધર્મઘોષસૂરિની હાજરી બતાવી છે તે સપ્રમાણ નથી. સંભવ છે કે, તે ઉત્સવમાં તેમની આજ્ઞાથી તેમના પટ્ટધર આ૦ સેમપ્રભસૂરિ પધાર્યા હોય ?
આ ધર્મઘોષસૂરિએ ગિરનારતીર્થની યાત્રા કરી, અને સંસ્કૃતમાં ગિરનારતીર્થકલ્પ લેક ૩૨ બનાવ્ય, સૌરાષ્ટ્ર પાટણના સમુદ્ર કિનારે ઊભા રહી, વિનંતિથી “મંત્રમય સમુદ્રસ્તોત્ર બનાવ્યું, તેથી તરત જ સમુદ્રમાં એકદમ મટી ભરતી આવી, અને તેમાંથી રત્ન ઊછળીને બહાર આવ્યાં. આચાર્યશ્રીના ચરણ કમળ પાસે રત્નને માટે ઢગલે થઈ ગયે. સૌ ચમત્કાર પામ્યા.
આચાર્યશ્રીના મંત્રધ્યાનથી સૌરાષ્ટ્ર પાટણમાં શત્રુંજયનો જૂને કપદી યક્ષ પ્રગટ થયું. તે સમકિતી બની, જિનપ્રતિમાને અધિષ્ઠાયક બન્યું. એક દિવસે કઈ દુષ્ટ સ્ત્રીએ સાધુઓને વડાં વહેરાવ્યાં. આચાર્યશ્રીએ તેને મંત્રવાળાં જાણી, બહાર પરઠવ્યાં, અને તે જ વડાં સવારમાં પથ્થર બની ગયાં, આચાર્યશ્રીએ તે દુષ્ટ સ્ત્રીઓને પાટલા ઉપર બેસાડી થંભાવી દીધી, અને પછી કરુણાથી તેઓને છેડી દીધી.
એકવાર બીજા પક્ષવાળાની સ્ત્રીઓએ વીજાપુરમાં આચાર્યશ્રીના વ્યાખ્યાનની મધુરતા જોઈ ઈર્ષા આવતાં સ્વરભંગ કરવા કામણ કર્યું. આચાર્યશ્રીએ તેઓને પણ પાટલા ઉપર થંભાવી, છેડી દીધી. તે સ્ત્રીઓએ ત્યારે વચન આપ્યું કે, “હવે આજથી તમારા ગચ્છને અમે ઉપદ્રવ કરીશું નહીં.” - સાધુએ એક મેગીના ડરથી ઉજજૈનમાં રહેતા ન હતા. આચાર્યશ્રી સપરિવાર ઉજજૈન પધાર્યા. યેગીએ સાધુઓને કટાક્ષમાં કહ્યું: “તમે હવે સ્થિર બનીને રહેજે.” સાધુઓએ કહ્યું: રહ્યા છીએ જ; તું શું કરીશ ?” આ સાંભળી ભેગીએ દાંત દેખાડ્યા, સાધુ એાએ તેને કેણ બતાવી; ઉપાશ્રયે આવીને સાધુઓએ આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org