________________
૪૦૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પાટે આ વિદ્યાનંદસૂરિ હતા જ. તે પણ સં. ૧૩ર૭ માં ગુરુ દેવના સ્વર્ગગમન પછી ૧૩ દિવસે વિજાપુરમાં કાળધર્મ પામી, સ્વર્ગ સંચર્યા. આ દુઃખદ ઘટના સાંભળી સંઘમાં સૌને દુઃખ થયું.
આ૦ વિદ્યાનંદસૂરિ સંવેગી, શુદ્ધ સંયમપાલક અને સમર્થ વિદ્વાન હતા. તેમણે “વિદ્યાનંદ વ્યાકરણ”ની રચના કરી. આ વ્યાકરણમાં તેમણે ડાં સૂત્રોમાં વ્યાકરણના તમામ વિષયને સંગ્રહ કર્યો હતે. એટલે એ સમયનું એ સર્વોત્તમ વ્યાકરણ ગણતું હતું.
આ૦ દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસથી ગુજરાતમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. શાસનદેવીએ સંગ્રામ સેનાના પૂર્વજ સેની સાંગણુને “આવ દેવેન્દ્રસૂરિની શ્રમણ પરંપરા લાંબો કાળ ચાલશે” એવી ભવિષ્યવાણી કહી હતી. વળી, ખંભાતના જેને આ૦ દેવેન્દ્ર, સૂરિના અત્યંત રાગી હતા. આ દેવેન્દ્રસૂરિની લઘુ પેષાળમાં ખંભાતના સંઘપતિ ભીમે જ ઉતારે આપ્યો હતો, તે તેમને પરમભક્ત હતું, ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક હતો. ( –પ્રક૦ ૪પ, પૃ૦ ૩૩૨)
સંવ ભીમને આ દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસના સમાચાર સાંભળી ભારે દુઃખ થયું, તેણે “અનાજ ખાવા”ને ત્યાગ કર્યો. પછી તે એક જ મહિનામાં આ૦ વિઘાનંદસૂરિના વિજાપુરમાં સ્વર્ગવાસ થયાના સમાચાર મળતાં, તેણે અનાજ ત્યાગની મુદતમાં વધારો કર્યો, તેણે “૧૨ વર્ષ સુધી અનાજ લીધું નહી.” (પ્રક. ૪૫, પૃ. ૩૨૭.) - બે આચાર્યોના લગભગ ૧૫ દિવસના અંતરે થયેલા સ્વર્ગવાસથી શ્રીસંઘ ભારે મૂંઝવણ અનુભવવા લાગ્યો. છેવટે સૌએ ઉ૦ ધમકીતિને એગ્ય જાણી, ગચ્છનાયક બનાવવાનો નિર્ણય કર્યો. - વડગ૭ના સગેત્રી આચાર્યો તથા વૃદ્ધષાળના આક્ષેમકીતિ
સૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન પછી છ મહિ નામાં એટલે સં. ૧૩૨૮ માં વીજાપુરમાં ઉપાધર્મકીતિને આચાર્ય પદવી આપી, આ ધમષસૂરિ નામ રાખી, આ દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપન કર્યા. એ પછી આ૦ ધર્મષસૂરિ તપગચ્છના નાયક બન્યા.
(–ની સંગ્રામસિંહ, માટે જુઓ પ્રક. ૪પ, પૃ. ૩૩૩, ભીમાશાહ-સં. ભીમજી માટે જુઓ પ્રક. ૪૧, પૃ. ૬૮૩, પ્રક. ૪પ, પૃ. ૩૨૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org