________________
૩૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
મંત્રી નાગડે મંત્રી યશવીરને આમ કહી બહુમાનમાં વસ્ત્રો પહેરાવી, સત્કાર કરીને રવાના કર્યો. પાછા ફરતાં ખીજડા ઉપર બેઠેલે તે ચારણ વાત સમજી ગયે. તેણે મંત્રી યશવીરની પ્રશંસા કરી, ત્યારે યશવીરે તેને તેજ વસ્ત્રોનું દાન કર્યું. રાજાએ મંત્રી યશવીરને તેની આવી યશસ્વિતા માટે ખૂબ ગૌરવ અનુભવી આભૂષણો આપી સત્કાર કર્યો.
મંત્રી યશવીરે જાલેરના સેનગઢની તળાટીમાં રહેલા ચંદનવસહિમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં અનેક જેનચાર્યે પધાર્યા હતા.
આ વાદિદેવસૂરિની પરંપરાના ૪૪ મા આવ જયમંગલસૂરિ તથા રાજગચ્છના અલંકારસમા વિદ્વાન ૧૪મા આ૦ માણેકચંદ્રસૂરિ વગેરેએ મંત્રી યશવીરના પ્રશંસાત્મક લેકે બનાવ્યા.
(પ્રક૪૫ પૃ૦ ૩૭ પ્રક. ૪૧ પૃ૦ ૫૯૧) એકવાર રાજા ઉદયસિહે સુંદરવર પાસેના સિરાણા ગામમાં રાત રહેલા બાદશાહના માલિક અઈબુકને મારી નાખે. આથી દિલહીનો બાદશાહ તેને બદલે લેવા સં૦ ૧૩૧૦ના મહા સુદિ ૫ ના રોજ સોનગઢ આવ્યું. તે રાજા પાસેથી ૩૬ લાખ પારસ્થ (સીક્કા)ને દંડ, તેમજ બાન તરીકે મંત્રી યશવીરના પુત્ર કર્મસિંહને લઈ ચાલ્યા ગયે.
બાદશાહે જાલેરને ન ગઢ બંધાવ્યું અને રાજાએ રાજમહેલમાં કમસિંહને “રામશયન” આપ્યું. (–આ. જિનભદ્રસૂરિની પ્રબંધાવલી)
૩. કર્મસિંહ (૨) દુઃસાધ્યવંશ-(બીજો)
श्रीमालाचमौलिमूलमिलितस्त्रेलोक्यसुश्लाषित : । वंशोऽस्तिप्रकटः सदौषधिनिधिः श्रीधटानां प्रभुः ।। (–શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં. ૧૬, નં.૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org