________________
પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૭૭ મંત્રી યશવીરે સં. ૧૨૪રમાં “રાજા સમરસિંહ ચૌહાણ” (સં. ૧૨૩૯ થી ૧૨૬૨)ની આજ્ઞાથી કુમારવિહારને સમુદ્ધાર કરાવ્યું. સં. ૧૨૫દમાં તેરણ, ધ્વજાદંડ ચડાવ્યા. સં. ૧૨૬૮માં આ રામભદ્ર (બીજા)ને હાથે રંગમંડપ ઉપર સુવર્ણકળશ ચડાવ્યો. (જાલેરના લેખે લેટ નં. ૩પર, –પ્રક. ૪૧ પૃ. ૫૯૧)
૨-મંત્રી યશવીર શ્રીમાલી જાહેરમાં શ્રીમાલી ચશદેવ નામે વ્યાપારી હતા. તે રાજગચ્છના ૧૦મા આ૦ ચંદ્રસૂરિના પટ્ટધર આગ પૂર્ણચંદ્રસૂરિને ભક્ત હતા. તેને ૧ યશવીર ૨ યશરાજ અને ૩ જગધર એમ ત્રણ પુત્રો હતા.
(–પ્રક. ૩૫, પૃ. ૨૬) યશવીર લેરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬) ચૌહાણના ખજાનાને મહામંત્રી હતા. તે “શિલ્પશાસ્ત્રને તલસ્પર્શી વિદ્વાન” હતું. અને તે “સરસ્વતી કંઠાભરણ” તરીકે પ્રસિદ્ધ હતો.
મંત્રી તેજપાલે આબૂતીર્થમાં લુણિગવસહીને પ્રાસાદ તૈયાર કરી તેની સં. ૧૨૮૭-૮૮માં પ્રતિષ્ઠા કરાવી. મંત્રી વસ્તુપાલે જિનમંદિરના ગુણ જાણવા માટે જાલેરથી મંત્રી યશવીરને આ ઉત્સવમાં બોલાવ્યું હતું. તેણે તેનું બહુમાન કરી, તેને આ નવા જિનપ્રાસાદના ગુણદેષ પૂગ્યા. તેણે મંદિરને બરાબર તપાસી લીધું, અને પછી રાણાઓ, માંડલિક રાજાઓ તથા મહાજનની ભરચક સભા વચ્ચે સલાવટ “ભનદેવને” સામે રાખીને સ્પષ્ટ જણાવ્યું કે
(૧) તેં કીર્તિસ્તંભ ઉપર “તારી માતાને હાથ” કર્યો છે, જેની એક આંગળી ઊંચી રાખી છે, “માથે છત્ર” લગાડ્યું છે, તે તારી ભૂલ છે, કેમકે આ દેરાસર તે મંત્રી તેજપાલે બંધાવ્યું છે. એટલે અહીં તેની માતાને હાથ જોઈએ. તે તે પિસાથી કામ કરે છે. તારી માતાને હાથ ન જોઈએ.
૧. વારાહીનગરીના ભંડારી યશોધવલ શ્રીમાલીને બાલકવિ જગદેવ નામે પુત્ર હતા.
(જૂઓ. પ્રફળ ૩૫, ૫૦ ૪૭)
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org