________________
૩૬૩ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
૩. માલદેવ—તેણે શત્રુંજય તીર્થ અને ગિરનાર વગેરે તીર્થોના છરી પાળતા યાત્રા કાઢયા હતા. * ૪. વયરસિંહ–તેને ધવલા નામે પત્ની હતી. તેનાથી તેને ૧ હરપતિ, ૨. વયર, ૩. કર્મસિંહ અને ૪ રામચંદ્ર એમ ચાર પુત્ર થયા.
૫. હરપતિ–તેને હેમાદે અને નામલદે નામે પત્નીઓ હતી. હરપતિ તથા શાણરાજે સં. ૧૫૦૯ ના માહ સુદિ ૫ ના રોજ ખંભાતમાં ભ૦ વિમલનાથનું જિનાલય બંધાવ્યું.
શેઠ હરપતિએ સં. ૧૪૪૨ ના દુકાળમાં જનતાને અનાજપાણુ, કપડાં વગેરે આપી મોટી મદદ કરી. સં. ૧૮૪૯માં તપગચ્છની વૃદ્ધષાળના ૫૬ મા આ૦ જયતિલકસૂરિના ઉપદેશથી “ગિરનાર તીર્થમાં ભ૦ નેમનાથના જિનાલયને જીર્ણોદ્ધાર” કરા, તેમજ શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થ વગેરેના છરી પાળતા યાત્રાસંઘે કાઢયા, સં. ૧૪પર માં ખંભાતમાં તપાગચ્છીય વૃદ્ધપિલાળના આ૦ જયતિલકસૂરિના હાથે ઉપા૦ “રત્નસિંહ”ને આચાર્યપદ અને સાધ્વી “રત્નચૂલાને મહત્તરાપદ અપાવ્યું.
(-પ્રક૪૪ પૃ૦ ૧૮) શેઠ હરપતિ અને નામલદેવીને “છ પુત્ર” હતા. ૬. સજજનસિંહ–તેને “કૌતકદે” નામે પત્ની હતી.
૭. સં. શાણરાજ–તેને અમદાવાદનો બાદશાહ અહમદશાહ બાદશાહ બહુ માનતો હતો (પ્રક. ૪૪ પૃ. ૨૦૮) સં. શારાજે પિતાની બેન કરમદેવીના કલ્યાણ માટે ભ૦ કષભદેવને જિનપ્રાસાદ બંધાવ્યું. તેમાં ભ૦ ઋષભદેવની ૧૨૫ મણની પ્રતિમા ભરાવીને પધરાવી. તેણે સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. મેવાડના ડુંગરપુરમાં ઘીયાવિહાર નામે જિનાલય બંધાવ્યું.
(–શિલાલેખના આધારે) સં. શાણરાજે સં. ૧૫૦૯ મહા સુદિ પ ને રોજ ખંભાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org