________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૫૧ અને ભારે પાપબંધન થાય છે, માટે આ વેપારને ત્યાગ કરે જ જોઈએ. વગેરે વગેરે પ્રાયશ્ચિત્ત– - પારેખે આ ઉપદેશ સાંભળી “લેઢાને વેપાર ન કરે, એ સંકલ્પ કર્યો” અને વહાણમાં જે લેતું આવ્યું હતું. તેને સમુદ્રમાં જ દૂર નખાવી દીધું, તેમણે ભટ્ટારકજી સામે ઊભા થઈને પ્રતિજ્ઞા કરી કે, હવે હું આજથી લેઢાને વેપાર કરીશ નહીં” એમ કહી, ભટ્ટારક જીની પાસે આજ સુધી કરેલા વેપારનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું અને સાથે સાથે જાહેર કર્યું કે, “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી નવકારમંત્ર જાપ કરનાર દરેક સ્ત્રીપુરુષને એકેક પરવાળાની માળા આપીશ કે જેથી મને લાભ થાય. મારા પાપની શુદ્ધિ થાય.
શેઠ વજિયાએ ઉપર પ્રમાણે લેઢાના વેપારનો ત્યાગ કર્યો અને ગુરુ મહારાજ પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા.
(–વીર વંશાવલી, વિવિધ ગચ્છીય પટ્ટાવલી પૃ. ૨૨૫, ૨૨૬
પટ્ટાવલી સમુચ્ચય ભા૨ જે પુરવણે પૃ. ૨૨૫, ૨૨૬) (૨) પારેખ આહણસી શ્રીમાલીને વંશ બીજે –
દેધર શ્રીમાલીને વંશ પ મે
ઈતિહાસ પ્રેમી પૂ. મુનિ મ. શ્રી જયન્તવિજયજી મે. લખે છે કે–આબૂગિરિરાજની પ્રદક્ષિણામાં શિરોહી રાજ્યના મઢાર ગામથી દક્ષિણમાં પાંથાવાડાને રસ્તે ૧ ગાઉ ઉપર સાથસણ ગામ છે. પહેલાં આ ગામ શિરોહી રાજ્યમાં હતું. હવે પાલનપુર રાજયમાં છે. અહીં જેનેનાં ઘર નથી. લેકવાયકા એવી છે કે–એક વાર અહીં જેનોનાં ૨૦૦ ઘર હતાં. તેઓએ અહીં નવું જિનાલય બનાવવા નક્કી કર્યું. પાસેના જૂના સાથસેનના જીણું જિનાલયને સામાન લાવી બંધાવવાને પ્રારંભ કર્યો. પણ ગામના જાગીરદાર સાથે તકરાર થઈ. આથી જેને અહીં ગધેયે પાળી ઘાલી. બીજે ગામ ચાલ્યા ગયા. પછી બીજે કઈ જૈન અહીં આવી વસ્યો જ નહીં. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org