________________
૩૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ દરમિયાન તેમના ગુરુભાઈ ઉપા. વિજયચંદ્રગણિ ખંભાતમાં આચાર્ય બન્યા, અને તેમણે સ્વતંત્ર પિલાળ જમાવી, તેમાં સ્થિરવાસ કરી બેઠા. છેવટે શિથિલાચારી બની ગયા.” આ૦ દેવેન્દ્રસૂરિને આ વર્તાવ ગમ્યું નહીં. તેથી તે એ પિલાળમાં ન ઉતર્યા, તે વખતે ખંભાતના આગેવાને સંગ્રામસિંહ સેનીના પૂર્વજ સેની માંગણ તથા સેની સંઘપતિ ભીમજી વગેરેને તપાગચ્છમાં આ પ્રકારે
ગ૭ભેદ” થતે જોઈ, ઘણું દુઃખ થયું. તેઓએ આ દેવેન્દ્રસૂરિની સાચી ત્યાગ ભાવના જોઈ, તેમની શિષ્ય પરંપરા લાંબા કાળ સુધી ચાલુ રહેશે. એવી ખાતરી કર્યા પછી, તેમને પિતાના કબજાના સાધ્વીઓવાળા જૂદા શુદ્ધ “ઉપાશ્રયમાં” ઉતાર્યા. અને તેમને તથા તેમના પરિવારને વસતિ, આહારપાણી, સગવડ તથા શિષ્ય વગેરે આપી ઘણી ભક્તિ કરી. આથી તે આચાર્યની શ્રમણ પરંપરા “તપગચ્છ લઘુષિાળ” એવા નામથી પ્રસિદ્ધ થઈ. –ગુર્નાવલી,
૦ ૧૩૭ થી ૧૩૯) એટલે કે, સં. ભીમજી શાહ આ૦ દેવેન્દ્રસૂરિને માટે ભક્ત હતા. (જૂઓ પ્રક. ૪પ, પૃ. ૨૮૧) સત્યની કસોટી –
એક દિવસે સંવ ભીમજીએ સંસારને અસાર સમજી આત્મ કલ્યાણની ભાવનાથી આ૦ દેવેન્દ્રસૂરિને વિનંતી કરી કે
ગુરુદેવ અમારે ધંધે પાપવાળે છે કૃપા કરી એક એવી પ્રતિજ્ઞા આપે કે, મારે જલદી ભવનિસ્તાર થાય.”
ગુરુદેવે જણાવ્યું કે મહાનુભાવ ! હમેશાં સત્ય બોલવાની પ્રતિજ્ઞા પાળશે તે તમારું જલદી કલ્યાણ થશે.”
શેઠ ભીમજીએ ગુરુદેવની આ આજ્ઞા માથે ચડાવી, અને પ્રતિજ્ઞા લીધી કે, “હું કદાપિ જૂઠું બેલીશ.” નહીં અને ગમે તેવી સ્થિતિમાં સત્ય બલવાની પ્રતિજ્ઞા પાળીશ કેટલાક દિવસ પછી આ પ્રતિજ્ઞાની આકરી કસેટી થવાને પ્રસંગ બને.
એક દિવસે “મહીનદીના કાંઠે” વસતા એક પલ્લીપતિ લુટારું ભીલે તે સોનીને પકડીને પૂછયું કે, બેલ, તારા ઘરમાં કેટલું ધન છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org