SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પંદરિયે દુકાળ – હિંદુસ્તાનમાં અવારનવાર દુકાળ પડયા જ કરે છે. તે સૌમાં પંદરિયે દુકાળ વધુ ભયંકર મનાયે હો, વિ. સં. ૧૩૧૩. ૧૩૧૪ તથા ૧૩૧૫ની સાલમાં એકી સાથે ત્રણ વર્ષ સુધી “ત્રિવથી દુકાળ પડ્યો. ત્રણ વર્ષો થવાથી છેલ્લી સાલ સૌને માટે વધુ ભયંકર હતી, ભારે સંહારકારી હતી. આથી આ દુકાળ પંદરિયે દુકાળ” તરીકે વિખ્યાત થયો હતે. ભદ્રાવતી નગરીના જગજીવનહાર જગડૂશાહ શ્રીમાલી જેને આ સમયે સૌનું પાલન કર્યું. આ સમયે તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ પિતાના શિષ્ય પરિવાર સાથે માળવામાં વિચરતા હતા. “જીવલેણ દુકાળ ચારે તરફ હતું, પણ માળ તેનાથી બચી ગયા હતે.” છતાં જગડૂશાહ તરફથી માળવાની પ્રજાને મેટી મદદ મળી હતી. (-પ્રક. ૪પ, પૃ. ૨૭૯) જનતાએ માની લીધું કે, “આ યુગપ્રધાન આચાર્યવરના ચરણકમળના સ્પર્શથી માળવા દેશ જીવલેણ દુકાળમાંથી બચી ગયે છે” સંભવ છે કે, આવા આકસ્મિક સંગેમાં એવી લેકવાયકા ચાલી હાય કે, “દુકાળ સૌ દેશમાં પડે, પણ માળવામાં ન પડે.” આજે વૃદ્ધો પણ એવું માને છે કે, “માળવામાં દુકાળ ન હોય.” સંદેદાશાહને વંશ ૧. સં. દેદા વંશશત્રુંજય મહાતીર્થમાં નવા આદીશ્વર ભ૦ ની ડાબી બાજુએ ભ૦ અભિનંદન સ્વામીની ૪૮” ઈંચ ઊંચી ખગાસની પ્રતિમા છે, તેના પરના શિલાલેખના આધારે નક્કી થાય છે કે, ઠ૦ દેદા તે પહેલીવાલ જ્ઞાતિને અને આહિલવંશને હતું. તેને સં૦ પૃથવીધર (પેથડ) અને સં૦ ગુણધર નામે પુત્ર હતા. (–ધર્મરત્ન માસિક ક. ૧૧) ઇતિહાસના આધારે જાણવા મળે છે કે, દેદાશાહ નિમાડ પ્રદેશના નંદુરી ગામને વતની હતો. તેને વિમલાદેવી નામે પની હતી. તેને “સુવર્ણસિદ્ધિ” મળવાથી તે ધનાઢ્ય બન્યું હતું. રજવાડાની હેરાનગતિથી નંદુરી છેડીને તે વિજાપુર (ગુજરાત) આવીને વસ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy