________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૦૯ ચામુંડરાયને લલ્લશર્મા, દુર્લભરાજને મુંજ, ભીમદેવને સમશર્મા, કર્ણ દેવનો વર્ધમાન, સિદ્ધરાજને કુમાર શર્મા તથા સર્વદેવ, કુમારપાલને આમિગ, અજયપાલને સર્વદેવ, ભીમદેવને કુમાર શર્મા (સર્વ દેવને નાને ભાઈ) તથા મહાદેવ, અને વીરધવલ તેમજ વિસલદેવના પંસોમેશ્વર તથા ભલ્લશર્મા નામે પુરોહિત થયા.
કુમાર શર્મા પ્રજાવત્સલ હતો. તેને મહાદેવ, સેમેશ્વર અને વિજય એમ ત્રણ પુત્ર હતા. તે પૈકી સેમેશ્વરે ઇતિહાસમાં “અમર નામ નોંધાવી છે. તેને મહામાત્ય વસ્તુપાલ સાથે “ગાઢ મિત્રી” હતી. તેણે મંત્રીના આશ્રયમાં વિકાસ સાધ્ય. અને રાજાના મામા સિંહ જેઠવાની ખટપટમાં મંત્રીને બચાવી લીધે. આ બંનેની એકતાથી ગુજરાતે સંસ્કૃતિનાં ઊંચાં શિખરો સર કર્યા. તેણે કીર્તિકૌમુદી' “સ”; “સુરથોત્સવ, સર્ગઃ ૧૫, “ઉલલાસરાઘવ,” રામશતક, લુણિશવસહિ-પ્રશસ્તિ, ‘ગિરનારમંદિર પ્રશસ્તિ, ધૂળકાના “વીરધવલ નારાયણ પ્રાસાદની પ્રશસ્તિ” લે૧૦૮ નાટક, પ્રશંસા કાવ્ય, અને પ્રાસંગિક કાવ્યો રચ્યાં હતાં.
(–પ્રક. ૩૮, પૃ. ૩૬૦ વસ્તુપાલ) આ ગ્રંથો પૈકી “કીર્તિકૌમુદી'માં સં. ૧૨૮૭ સુધીનું ઐતિહાસિક વર્ણન છે. “સુરત્સવમાં દેવીપુરાણુના સુરથ રાજાનું વર્ણન છે. અને સાથે સાથે ગુજરાતના ડગમગતા શાસનને સ્થિર કરવાનું માર્મિક સૂચન પણ છે, એટલે રાજા વીરધવલ અને મંત્રી વસ્તુપાલની અન્યક્તિ દ્વારા પ્રશંસા કરી છે.
૧. જેમ ઈવી ની સાતમીથી નવમી સદીના કવિ મુરારિએ “અનર્થરાઘવ સપ્તાંકી નાટક રચ્યું, માથુરાજે “ઉદાત્તરાઘવ રચ્યું, જયદેવ કવિએ “પ્રસન્નરાઘવ રયું, અને કવિ ભાસ્કરે “ઉન્મત્તરાઘવ” રચ્યું તેમ ગૂજરાતના કવિ ૫૦ સેમેશ્વરે “ઉલ્લાસરાઘવની રચના કરી હતી.
જનસમુદાય સમક્ષ નાટક ભજવવાની પરંપરા ગૂજરાતમાં ઓછામાં ઓછી ૧૫ મા સૈકા સુધી ચાલુ રહી જ હતી, સને ૧૪૪૯ ના અરસામાં ચાંપાનેરમાં મહાકાલના મંદિરના પટાંગણમાં “ગંગદાસ પ્રતાપવિલાસ” ભજવાયું હતું. (–ડે. ભો. જો સાંડેસરાને, “જૈનયુગમાં લેખ, નવું વર્ષ: ૨, અંકઃ૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org