________________
૨૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પિન્કાળના સમશાખાના આઠ શાંતિસામે સં. ૧૭૩૩માં પ્રતિષ્ઠા કરેલા શ્રી મણિભદ્ર મહાવીરનું સ્થાન છે.
- (-જૂઓ પ્રક. ૫૫, મણિભદ્રમહાવીર પરિચય) ખડાયતા અને મહુડી
વિજાપુરથી અગ્નિ ખૂણામાં ૪ કેશ દર ૧. જૂનું ખડાયતા, ૨ નવું ખડાયતા અને ૩ મહુડી એમ ત્રણ સ્થાને છે. જૂના ખડાયતામાં ટેકરાઓ વગેરે છે. એક ટેકરા ઉપર અંબિકાદેવીની પ્રતિમા છે, તેની ઉપર પૈસે ખખડાવતાં ધાતુ જે અવાજ થાય છે. તે દેવીની પ્રતિમાની ચારે તરફ “જિનપ્રતિમાઓ તથા દેવી પ્રતિમાઓનાં ખડિત અવશે ” પડેલાં છે. ત્યાંથી આગળ જતાં ભ૦ અજિતનાથની ૩-૪ હાથ ઊંચી “ખડ્રગાસનસ્થ પ્રતિમા” વિદ્યમાન છે.
ખડાયતાના વતનીઓ ખડાયતા બ્રાહ્મણ, ખડાયતા વાણિયા વગેરે નામથી ઓળખાય છે, ખડાયતા ગામની પાસે મહુડી નામે ગામ વસેલું છે, જેનાં પ્રાચીન નામે મહિકાવતી અને મધુટી પણ જાણવા મળે છે.
ખડાયતા જૈને–ઇતિહાસ કહે છે કે, મુનિ રાહગુપ્ત વીર નિ. સં૫૪૪ (વિ. સં. ૧૩૪) માં અંતરિજિયા નગરીમાં રાશિકમત ચલાવ્યું હતું. ( પ્રક. ૧૨, પૃ. ર૭૫)
સંભવ છે કે, તેની બે પરંપરાઓ ચાલી હોય.
૧–રાશિક–રેહગુપ્ત જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશિની પ્રરૂપણ કરી હતી. આથી તેની શિષ્ય પરંપરા વૈરાશિક તરીકે વિખ્યાત થઈ, આ પરંપરા શિવભૂતિ સાથે જોડાઈ દિગં. બરશાખામાં ભળી ગઈ
( પ્રક. ૧૪, પૃ. ૩૧૫) ૨–ખડાયતન-રાહગુપ્ત વૈશેષિકમત. ચલાવી, તેમાં છ વસ્તુઓને પ્રધાનતા આપી, જેના દર્શનમાં પણ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ વગેરે “છ દ્ર ” મનાય છે. આથી તે પરંપરાવાળા “ખડાયતન” તરીકે વિખ્યાત થયા હશે.
બાર વર્ષને દુકાળ પડ્યા પછી વીર સં૦ ૬-૬ (વિ. સં. ૧૯૬) માં જેન શ્રમણના નાગૅ, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એમ ચાર કુળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org