SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેમની પાટે એક પછી એક (૧) આ વિદ્યાનંદસૂરિ, (૨) આ૦ ધર્મઘોષસૂરિ એમ બે આચાર્યો થયા. આ વિદ્યાનંદસૂરિ ગુરુદેવની જેમ શાંત, સંવેગી, ત્યાગી અને વિદ્વાન હતા. પ્રભાવક મુનિવરે– આ સમયે વેતાંબર જૈન સંઘમાં સમર્થ વિદ્વાન આચાર્યો અને ગ્રંથકારે થયા. આ સમયે આ૦ વિનયમિત્ર યુગપ્રધાન થયા. તે સં૦ ૧૨૭૪માં સ્વર્ગે ગયા. નાગેન્દ્ર ગચ્છના આ વિજયસેનસૂરિ આ૦ ઉદયપ્રભસૂરિ, આ૦ મલ્લેિષેણસૂરિ (પ્રક. ૩૫, પૃ. ૬,૭), મલધાર ગચ્છના આ દેવપ્રભ આ૦ નરચંદ્રસૂરિ, (પ્રક. ૩૮, પૃ. ૩૩૪), આ વાદીદેવસૂરિના શિષ્ય આ રત્નપ્રભસૂરિ પ્રક. ૪૧, ૫૦ ૫૭૮), જગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિ થયા, જેમણે કાવ્યપ્રકાશ પર સંકેતટીકા’ સં. ૧૨૭૬માં રચી હતી. (પ્રક. ૩૫, પૃ. ૩૭) આ૦ દેવેન્દ્રસૂરિ લખે છે કે પ૦ વિદ્યાનંદે ધર્મરત્ન પ્રકરણની પહેલી પ્રતિ લખી અને તેને મહ૦ હેમકળશ તેમજ પં. ધર્મકીર્તિએ સંશોધી. (–ધર્મરત્ન પ્રકરણ ટીકા) आ विबुधवर धर्मकीर्ति-श्रीविद्यानंदरिमुख्यः । -પરમાતચૈવ સંશોધિત ચમ્ ૧ (કર્મગ્રંથ ટીકા) આ બંને પ્રશસ્તિઓ ઉપરથી તારવી શકાય છે કે, સં૦ ૧૩૦૪ થી ૧૩૨૩ ના ગાળામાં “ધર્મરત્ન પ્રકરણ ટીકા,” બની હતી. એ સમયે આ૦ વિદ્યાનંદ, તથા આ૦ ધર્મષ પંન્યાસ હતા. આચાર્ય કે ઉપાધ્યાય ન હતા થયા. તેમજ સં. ૧૩૨૩ થી સં. ૧૩૨ષ્ના ગાળામાં “કમગ્રંથ ટીકા” બની. જ્યારે આ વિદ્યાનંદ આચાર્ય હતા. અને આ ધર્મદેવ ઉપાધ્યાય બની ચળ્યા હતા. તેઓ બંને ત્યારે જેને, જેનેતર શાસ્ત્રોના પારગામી બની ચૂક્યા હતા. શ્રી દોલતસિંહ લેઢા અરવિંદ B, A લખે છે કે ગૂર્જરેશ્વર કુમારપાલના સમયે ઠ૦ કટુકરાજ પોરવાડ હતા. તેના પુત્ર સલાક (પત્ની–રાજદેવી)ના પુત્ર શેઠ જગસિંહે સં. ૧૨૨૮ શ્રા. સુ. ૧ સોમવારે પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યથી “આ૦ દેવેન્દ્રસૂરિની કર્મવિપાકવૃત્તિ વિગેરે ૩ પ્ર” લખાવ્યા. (પ્રાગવાટ ઈતિહાસ પૃ. ૨૩૧) નેધ–સંભવ છે કે આ સં. ૧૩૨૮ હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy