SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ને તે ફેંસલા ઉપર બન્ને પક્ષોને ઉપરી સત્તાઓને અપીલ કરવા હક રહેશે. ૧૪. પાલીતાણા દરબાર લેવાને અને જેને પાંત્રીસ વરસ સુધી દરેક વરસ વાતે પુરી નક્કી કરેલી રૂા. સાઠ હજારની રકમ આપવા કબુલ કરે છે. આને અમલ તા. ૧ જુન ૧૯૨૮ થી શરૂ થશે અને પહેલે હસો તા. ૧ જુન ૧૯૨૯ ને દિવસે અને ત્યારપછી વરસે વરસ ઉપલી તારીખે મુદત સુધી કરે પડશે આ અને ત્યારપછી મળવાની ઉપલી રકમ બદલ દરબાર સાહેબ જેને પાસેથી કઈ પણ પ્રકારને યાત્રાકર અથવા લાગા નહિં નાખવાનું કબુલ કરે છે. આ રકમમાં રખપુ મલણું વિગેરે સવે આવી જાય છે. ૧૫. ઉપર દર્શાવેલી પાંત્રીસ વર્ષની મુદત પુરી થએથી કઈબી પક્ષકારને ઉપર જણાવેલી મુકરર કરેલી રકમમાં ફેરફાર કરવા અરજ કરવાની છુટ છે, અને તે વખતે બન્ને પક્ષોને સાંભળીને એ ફેરફાર મંજુર કરે કે નહિ. એ બ્રિટીશ સરકારની મુનસફી ઉપર રહેશે. આવી દરેક વખતે ચેકકસ રકમ કેટલી ઠરાવવી, અને કેટલી મુદત સારૂ ઠરાવવી તે બ્રિટીશ સરકાર નીયત કરશે. ૧૬. સદરહુ રકમ, મુદત પુરી થએ એક મહિનાની અંદર ભરપાઈ ન થાય તે પાલીતાણ દરબારે તે પછી કેમ વર્તવું તે બાબતમાં નામદાર ગવર્નર જનરલના એજંટ સાહેબ નક્કી કરશે.' આગલા હુકમ રદ. ૧૭. મુંબઈ સરકારના પોલીટીકલ ડીપાર્ટમેન્ટના નં. ૧૮૩ T ટી.ના તા. ૫-૭–૧૯૨૨ ના તથા નંબર ૪૪–૧-૬ના તા. ૨૫-૫-૧૯૨૩માં જણાવેલા મુંબઈ સરકારના હુકમ તથા નામદાર સેક્રેટરી ઓફ ૧. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વિગેરે વર્તમાન પત્રમાં આ (૧૬ મી) કલમમાંથી “In the event of the said.” શબ્દ પછી નીચે દર્શાવેલ શબ્દ રહી ગયા જણાય છે. તે મૂળ કરારનામામાં તે શબ્દ નીચે પ્રમાણે છે. " Annual payment not being made within a” (તા. ૧-૬-૧૯૨૮ નું જૈન પૃષ્ઠ ૪૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy